શોધખોળ કરો

Gir Somnath: દીપડાનો જીવલેણ હુમલો, ખેતરમાં રાત્રે રખોપુ કરી રહેલા ખેડૂતને ફાડી ખાધો, ઘટના બાદ સન્નાટો

Gir Somnath: ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લામાંથી દીપડાનો આતંક સામે આવ્યો છે. જિલ્લાના સુત્રાપાડાના લાખાપરા ગામમાં રહેતા ખેડૂત પર દીપડાએ હૂમલો કર્યો છે

Gir Somnath: ગીર સોમનાથમાં દીપડાનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. હાલમાં જ ગીર સોમનાથથી એક હ્રદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે. જિલ્લાના સુત્રાપાડાના લાખાપરા ગામના એક ખેડૂતને રાત્રિ દરમિયાન દીપડાએ ફાડી ખાધો હોવાની ઘટનાથી આખા ગામમાં સન્નાટો પ્રસરી ગયો છે. ખેડૂત ખેતરમાં પાકનુ રખોપુ કરવા ગયો હતો, આ દરમિયાન સૂતેલા ખેડૂત પર અચાનક દીપડાએ હુમલો કરતાં મોત થયુ હતુ. હાલમાં ખેડૂતના મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. 

ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લામાંથી દીપડાનો આતંક સામે આવ્યો છે. જિલ્લાના સુત્રાપાડાના લાખાપરા ગામમાં રહેતા ખેડૂત પર દીપડાએ હૂમલો કર્યો છે, નારણભાઈ પીઠિયા નામના ખેડૂતે પોતાના ખેતરમાં અડદનો પાક વાવ્યો હતો, રાત્રિ દરમિયાન ખેડૂત યુવક પોતાના ખેતરમાં અડદના પાકનું રખોપુ કરવા પહોંચ્યો હતો. જ્યારે રાત્રે રખોપુ કરી રહેલો ખેડૂત યુવક પર અચાનક દીપડાએ હુમલો કર્યો અને ફાડી ખાધો હતો. ઘટના બાદ યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો, ગ્રામજનો એકઠા થઇ જતા બાદ વન વિભાગે હિંસક બનેલા દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી હતી.

અગાઉ પણ દીપડાએ કર્યો હતો હુમલો
વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા હતો. આધેડનો મૃતદેહ ગીર ગઢડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. વન વિભાગ દ્વારા માનવભક્ષી દીપડાને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. છેલ્લા 5 દિવસમાં ગીર સોમનાથમાં હુમલાની 7 ઘટના બની હતી. જેમાંથી 2 લોકોના મોત નિપજ્યાં હતા. ગીર સોમનાથ જીલ્લાના તાલાલા તાલુકાનાં ગીર વિઠલપુર ગામે બે દિવસમાં દીપડાએ બે યુવાનો પર હુમલો કર્યો. તો ગીર ગઢડામાં ફરેડા ગામે વાડી વિસ્તારમાં દીપડા એ વૃદ્ધાને ફાડી ખાધી અને સુત્રાપાડાના ગામમાં પરપ્રાંતીય મજૂરના ચાર વર્ષના દીકરા પર પણ દીપડાએ હુમલો કર્યો હતો. બીજી તરફ વન વિભાગે તેને ઝડપી પાડવા કવાયત પણ શરૂ કરી છે. પરંતુ દીપડો જાણે વન વિભાગને હાથતાળી આપી રહ્યો છે જેથી લોકોમાં ફફડાટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ

કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો

Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ

ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડ , પ્રેમપ્રકરણમાં કરી હત્યા?
Harit Shukla :  BLOની ધરપકડ મામલે મુખ્ય ચૂંટણી અધિકારીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : 'પ્રામાણિકતાનું પોસ્ટર'
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વસૂલે છે ખેડૂતો પાસે રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : કોણે કરી ધારાસભ્યને સળી?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
Bihar: બિહારમાં મહિલા બની શકે છે ડિપ્ટી CM, 20 મંત્રી લઈ શકે છે શપથ
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
કેન્દ્રિય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આઠમા પગાર પંચ અગાઉ DAમાં થઈ શકે છે ત્રણ વખત વધારો
Ahmedabad:  ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
Ahmedabad: ભુવાલડી હિટ એન્ડ રનમાં 3 દિવસ બાદ પણ નબીરાને શોધવામાં પોલીસ નિષ્ફળ
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
ઓટો ડ્રાઈવરની પુત્રી મીનાક્ષી હુડ્ડાએ કરી કમાલ, વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી
જો આ કામ નહીં કરો તો તમારુ પાન કાર્ડ થઈ જશે બેકાર, આવશે મુશ્કેલીઓ

Guwahati: ગુવાહાટી ટેસ્ટ માટે સાઉથ આફ્રિકાએ આ ખેલાડીને ટીમમાં કર્યો સામેલ, ભારત માટે કેટલો ખતરનાક?

PM Svanidhi Scheme: ગેરન્ટી વિના 90,000 સુધીની લોન આપી રહી છે, ફક્ત આધાર કાર્ડ લઈને આવો અને લઈ જાવ

Rising Star Asia Cup: રાઈઝિંગ સ્ટાર્સ એશિયા કપની સેમિફાઈનલમાં ઈન્ડિયા-એની કોની સામે થશે ટક્કર? જાણો સમીકરણ

Embed widget