શોધખોળ કરો

Gir Somnath: આ 4-5 ગામોમાં 15 દિવસથી હજુ પણ ભરાયુ છે પાણી, 700 વિઘા જમીનમાં પાક ધોવાયો, મહિલા સરપંચે સરકારને મદદ માટે કરી રજૂઆત

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના ત્રીજા રાઉન્ડની આફત હજુ પણ શમી નથી. હાલમાં જિલ્લાના ચારથી પાંચ ગામો એવા છે

Gir Somnath: ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ગુજરાતમાં અનેક ગામોમાં હજુ પણ બેટની સ્થિતિ બનેલી છે. હાલમાં સમાચાર મળી રહ્યાં છે કે, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદના ત્રીજા રાઉન્ડની આફત હજુ પણ શમી નથી. હાલમાં જિલ્લાના ચારથી પાંચ ગામો એવા છે જ્યાં હજુ પણ પુરના પાણી ઓસર્યા નથી અને 700થી વધુ વિઘા જમીનનો પાક ધોવાઇ ગયો છે. આ આફતની સ્થિતિમાં ગામના મહિલા સરપંચે સરકારમાં રજૂઆત કરીને મદદની માંગણી કરી છે. 

મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના બીજ, લાટી અને હરણાસા ગામના ખેડૂતોની સ્થિતિ વરસાદના ત્રીજા રાઉન્ડે દયનીય કરી દીધી છે. સતત વરસેલા વરસાદના કારણે અહીંની સરસ્વતી નદીમાં પુર આવ્યુ હતુ અને પાણી ગામોમાં ઘૂસ્યુ હતુ. હવે આ દયનીય અને ગંભીર સ્થિતિને જોતા બીજ ગામની મહિલા સરપંચ દ્વારા સરકારમાં ખેડૂતો અને ગ્રામજનોને મદદ કરવા માટે રજુઆત કરાઇ છે. અહીં આફતરૂપી વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે, અહીં લગભગ છેલ્લા 15 દિવસથી પુરનું પાણી ગામોમાં અને ખેતરોમાં યથાવત છે, ખેડૂતોના 700 વિઘા જમીનમાં વાવેલો પાક નિષ્ફળ ગયો છે, આ તમામ ખેતરોમાં પાણીનો ભરાવો હજુ પણ છે અને ખેડૂતો ચિંતિત છે. આ બધાની વચ્ચે મહિલા સરપંચે સરકારને રજૂઆત કરી છે કે, ખેડૂતોને મદદ કરો અને સરસ્વતી નદી પરના ચેકડેમના દરવાજા ખોલો. પાણીથી ચાર ગામો હજુપણ ભરાઇ ગયા છે.

અહીં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

ચોમાસાની શરૂઆતથી દેશભરમાં સારો વરસાદ પડી રહ્યો છે. ક્યાંક ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ છે તો ક્યાંક દુષ્કાળ જેવી સ્થિતિ છે. આવી સ્થિતિમાં જો આજના હવામાનની વાત કરીએ તો 2 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશ એટલે કે UPમાં પૂર્વથી પશ્ચિમમાં ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે વરસાદ પડી શકે છે. અહીં વીજળી પડવાની સંભાવના છે. આ દરમિયાન પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતમાં 2 ઓગસ્ટે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 7 ઓગસ્ટ સુધી યુપીમાં વરસાદી માહોલ  રહેશે. ખાસ કરીને 6 ઓગસ્ટ સુધી રાજ્યના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ આજે ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે આજે ભારે  વરસાદની આગાહી કરવામાં આવી છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને ખડકો પડવાની સંભાવના છે. આ સાથે ભૂસ્ખલનની સંભાવનાઓથી સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે. અહીં ભૂસ્ખલનના કારણે  માર્ગો બંધ થવાની સંભાવના છે. હાઈવે બ્લોક થઈ શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.

2 ઓગસ્ટના રોજ પશ્ચિમ મધ્ય પ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. IMD અનુસાર, 'છત્તીસગઢમાં પણ આજે 2 ઓગસ્ટે ભારે વરસાદ પડશે. બીજી તરફ પૂર્વ મધ્ય પ્રદેશમાં 2 ઓગસ્ટે વરસાદ પડશે.

આજે બિહાર-ઝારખંડમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.આઈએમડીએ જણાવ્યું કે કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં 2 ઓગસ્ટે ખૂબ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ, જો આપણે દક્ષિણ ભારત વિશે વાત કરીએ, તો આજે કર્ણાટક અને તેલંગાણામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદનો અનુમાન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત
Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત 
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ
Embed widget