શોધખોળ કરો
ગોધરા:19 વર્ષ બાદ પોતાના જ ઘરેથી ઝડપાયો ગોધરાકાંડનો મુખ્ય આરોપી
ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને પોલીસે ઝડપી લીધો છે. ભટુક આ ઘટના બાદ છેલ્લા 19 વર્ષથી ફરાર હતી.

ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને પોલીસે ઝડપી લીધો છે. ભટુક આ ઘટના બાદ છેલ્લા 19 વર્ષથી ફરાર હતી. ગોધરાના સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી રફીક હુસેન ભટુક આખરે 19 વર્ષ બાદ પોલીસના હાથ આવ્યો છે. 51 વર્ષીય રફીક હુસેન ભટુકને ગોધરાના ઇમરાન મસ્જિદ પાસે આવેલા તેના ઘરેથી પોલીસે ઝડપી લીધો છે. છેલ્લા 19 વર્ષથી ફરાર આરોપી હુસેન ભટકી રહ્યો છે. હુસેન ભટુક દિલ્હીમાં અલગ અલગ સ્થાને રહીને મજૂરી અને ચોકીદારીનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપી ભટુકને પૂછપરછ માટે રેલવે પોલીસને સોંપાયો છે. પૂછપરછ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ સૂત્રોએ જણાવ્યાં મુજબ પોલીસને માહિતી મળી હતી કે, સાબરમતી ટ્રેન કાંડનો મુખ્ય આરોપી રફીર હુસેન ભટૂક તેને ઘરે ગોધરા આવ્યો છે. પોલીસને આ માહિતા મળતાની સાથે જ એસઓજીની ટીમે તેમના ગોધરાના ઘરે પહોંચી હતી અને તેમના ઘરેથી તેમની ધરપકડ કરી લેવાઇ હતી.
વધુ વાંચો




















