શોધખોળ કરો

હર્ષ સંઘવીના પુત્રના સોંગના ટ્વિટ પર શરૂ થયું રાજકારણઃ ઇટાલિયાએ કહ્યું, '...એ બધું તો ઠીક છે પણ ગુજરાતની સરકારી શાળામાં ભણીશ કે નહિ? '

વિડીયો સાથે હર્ષ સંઘવીએ લખ્યું છે, “ Can't be more proud..My Son Aarush’s rap is true in every way. ગુજરાતી છું .. ગુજરાતી રહીશ”

ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીના પુત્રનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થયો છે. આ વિડીયો મંત્રી હર્ષ સંઘવીએ પોતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે. આ વિડીયોમાં હર્ષ સંઘવીનો પુત્ર એક ગુજરાતી રેપ સોંગ ગાતો નજરે પડે છે. વિડીયો સાથે હર્ષ સંઘવીએ લખ્યું છે, “ Can't be more proud..My Son Aarush’s rap is true in every way. ગુજરાતી છું .. ગુજરાતી રહીશ”

હર્ષ સંઘવીના પુત્રના આ વિડીયો પર પણ રાજકારણ શરૂ થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ આ અંગે લખ્યું છે - 

"હેલો બેટા!!

તું અમેરિકા જઈશ, થેપલા ખાઈ, દુનિયાની સારી સારી હોટલમાં જઈશ એ બધું તો ઠીક છે પણ ગુજરાતની સરકારી શાળામાં ભણીશ કે નહિ?? 

સરકારી નોકરીની લાઈનમાં લાગીશ કે નહીં? 

આવકના કે જાતિના દાખલા કઢાવવા સરકારી કચેરીના ધક્કા ખાઈશ કે નહિ?? 

કે પછી બાપા મંત્રી છે એટલે આમ જ મોજ કરીશ??"

હર્ષ સંઘવીના પુત્રના વિડીયો પર આવી રીતે લખી રાજકારણ કરનાર ગોપાલ ઈટાલીયાને પણ યુઝર્સ જવાબ આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યું - 

“કોઈ ના પરિવાર પર આવી ટિપ્પણી ના કરાય ગોપાલભાઈ... આજે તમે કરશો તો કાલે કોઈ બીજું તમારા પર કરશે અને આવનારા સમયમાં એક આખો ચીલો ચિતરાઈ જશે એટલે મહેરબાની કરીને રાજનીતિનું લેવલ સાવ નીચે ના લાવશો..”

બીજા એક યુઝરે લખ્યું - 

“તમને શું આવી ભાષા લખવી શોભે છે ગોપાલભાઈ?, આજ વસ્તુ નેતા થઈ ને ખુબજ સારી રીતે લખી શકતા હતા અને આ બાળક ની પોતાની મસ્તી છે ને એમાં રાજકારણ લાવી ને આટલી નીચી કક્ષાની કૉમેન્ટ તમે કરો એની અપેક્ષા નહોતી ધારી, સોરી પણ લખવું જરૂરી હતું”

શું કહ્યું હર્ષ સંઘવીએ ?

આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “ મને મારા પુત્ર પર ગર્વ છે. બીજા કોઈએ એ કરેલી આલોચના અંગે હું ટિપ્પણી ન કરી શકું” હર્ષ સંઘવીએ મુકેલા તેના પુત્રના વિડીયોને 7000 થી વધુ લોકોએ પસંદ કર્યો છે અને 900 થી વધુ લોકોએ શેર કર્યો છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget