શોધખોળ કરો

Visavadar By election : વિસાવદરમાં ગોપાલ ઈટાલિયા વન મેન આર્મી, એડીચોટીનું જોર છતા BJPની કારમી હાર

વિસાવદરમાં ગોપાલ વનવિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઈ છે.  વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનો 17 હજાર 581 મતથી વિજય થયો છે.

Visavadar Election 2025: વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાની ભવ્ય જીત થઈ છે.  વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાનો 17 હજાર 581 મતથી વિજય થયો છે. વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે AAPને  75,906 મત મળ્યા છે. જ્યારે 21 રાઉન્ડના અંતે ભાજપને 58,325 મત મળ્યા છે, તો બીજી તરફ  વિસાવદરમાં 21 રાઉન્ડના અંતે કોંગ્રેસને 5,491 મત મળ્યા છે. વિસાવદરમાં AAPના ગોપાલ ઈટાલિયાની પ્રચંડ જીતથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં એકલા ઈટાલિયાને 51 ટકાથી વધુ મત મળ્યા છે.

ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,581  મતથી વિજય થતાની સાથે જ  આપની છાવણીમાં ખુશી પ્રસરી ગઈ હતી. વરસતા વરસાદમાં વિજય ઉત્‍સવની ઉજવણી કરવામાં આવી રહ્યા છે.  વિસાવદર વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીની જીત સાથે જ  ભાજપમાં સોપો પડી ગયો હતો. 

વિસાવદરમાં ભાજપની કારમી હાર

જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ અને વિસાવદર બેઠકના ઉમેદવાર કિરીટ પટેલને જીતાડવા માટે મુખ્‍યમંત્રી ભૂપેંદ્ર પટેલ,  પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગુજરાત ભાજપના મંત્રીઓ  અને  વિસાવદર બેઠકના પ્રભારી જયેશ રાદડિયા સહિતનાએ એડીચોટીનું જોર લગાવ્‍યું હતું તેમ છતાં પણ ભાજપની કારમી હાર થઈ છે.  પરાજય થતા હાર પાછળનું કારણ મેળવવા ભાજપમાં મંથન શરૂ થયું છે.  

ચૂંટણી જીત પહેલા ગોપાલ ઈટાલીયાએ કરી હતી ભાવુક પોસ્ટ

આવતીકાલે ચુંટણીનું પરિણામ છે ત્યારે સૌ શુભચિંતકો તેમજ સમર્થકો અને કાર્યકર્તાઓને મારી એક નમ્ર વિનંતી છે, કોઈપણ ચુંટણીમાં હંમેશા હાર અથવા જીત હંમેશા થતી રહે છે. જીતેલો વ્યક્તિ ઉત્સાહ કે ઉન્માદમાં આવી જાય છે અને હારેલો વ્યક્તિ નિરાશા કે વિષાદમાં આવી જાય છે. જો કે ઉન્માદ કે વિષાદ એ ક્ષણિક પરિસ્થિતિ છે પરંતુ આપણા સંબંધો અને વ્યવહાર તો કાયમી હોય છે.

 મારી સૌને વિનંતી છે કે, ચુંટણીના વિજય કે પરાજયના પરિણામોને લઈને કોઈનું દિલ દુભાય એવી પોસ્ટ કે કોમેન્ટ ન કરશો. કોઈને ઠેસ પહોંચે કે દુઃખ લાગે કે કોઈને આપણું વર્તન અયોગ્ય લાગે એવું ન કરવું જોઈએ.

આપણો ઉત્સાહ કે આપણી નિરાશા પણ સંયમ સાથે વ્યક્ત કરો એવી સૌને વિનંતી છે. આવતીકાલે હારેલા અને જીતેલા ઉમેદવારના સમર્થકોને અગાઉથી જ શુભકામનાઓ.

ઈશુદાન ગઢવીની પ્રતિક્રિયા

વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની નિશ્ચિત જીત ઉપર આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, વિસાવદરની જનતાનો ખુબ ખુબ આભાર. વિસાવદરની જનતાએ આખા ગુજરાતને સંદેશ આપ્યો છે  ભાજપને જો કોઈ હરાવી શકે એમ હોય તો તે આમ આદમી પાર્ટી છે. આ પેટા ચૂંટણી એક યુદ્ધ હતું. ભાજપની સામ-દામ દંડ ભેદની કોઈપણ નીતિ કામ ન આવી. ગોપાલ ઇટાલીયા સહિત આ તમામ યુવા શક્તિની જીત છે છે. અમે અમારી સીટ પાછી જીતી છે. તમામ કાર્યકર્તાઓ અને શીર્ષ નેતૃત્વની મહેનતનું આ પરિણામ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આણંદમાં ભાજપ નેતાની કરતૂત: પ્રેમજાળમાં ફસાવી પરિણીતા પર મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget