ટ્યુશન કરાવતા આચાર્ય રંગે હાથે ઝડપાતા, પત્રકાર પર વિફર્યા, છૂટા હાથે કરી મારામારી જાણો શું છે ધટના
સમગ્ર ઘટના બાદ પોલીસે તપાસ શરૂ કરવામાં આવી છે. આચાર્ય હરેશ પટેલ સામે ફરિયાદ નોંઘાઇ છે.આ સમગ્ર ઘટનાને લઇને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ તપાસના આદેશ આપ્યાં છે.
કપડવંજની સરદાર પટેલ વિદ્યાલયના આચાર્યની ગેરવર્તણુંકની ઘટના સામે આવી છે. ઉલ્લેખનિય છે કે, સરદાર પટેલના આચાર્ય ટ્યુશન કરાવતા હતા એબીપી અસ્મિતાના સંવાદાતાએ આ મુદ્દે રિપોર્ટિંગ કરતા હતા જેને લઇને આચાર્ય વિફર્યા હતા અને તેમણે સંવાદતાતા જલ્પેશ પટેલ સામે ખરાબ વર્તન કર્યું હતુ ઉગ્ર બોલાચાલી બાદ મારમારી પર ઉતરી આવતા આચાર્યએ તેમનો મોબાઇલ પણ તોડી નાખીને રી સંવાદદાતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સરકારી સ્કૂલો અને ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો જો પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય તો ચેતી જજો, ગમે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા તપાસ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગના પરિપત્ર પ્રમાણે ગ્રાન્ટેડ અને સરકારી સ્કૂલના શિક્ષકો ટ્યુશન ક્લાસ ન કરાવી શકે,ગઈકાલે ખેડા જિલ્લા શિક્ષણ વિભાગની કચેરી દ્વારા કપડવંજમાં તપાસ કરવામાં આવી હતી.વિભાગના અધિકારીઓ દ્વારા બે અલગ અલગ ટીમ બનાવી બે અલગ અલગ જગ્યાઓએ તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બંને જગ્યાએથી ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા. કપડવજ સીએન વિદ્યાલયના શિક્ષક હિતેશ પ્રજાપતિ ઝડપાયા ટ્યુશન ક્લાસ કરતા તો બીજી તરફ સરદાર પટેલ વિદ્યાલય દાણા સ્કૂલના આચાર્ય હરેશ પટેલ પણ ટ્યુશન ક્લાસ કરતા ઝડપાયા હતા. શિક્ષણ વિભાગે બાતમીના આધારે બંને જગ્યાએ તપાસ કરી હતી.
સમગ્ર ઘટના બાદ પોલીસ તપાસ શરૂ થઇ છે. આચાર્ય હરેશ પટેલ સામે ફરિયાદ નોંઘાઇ છે.આ સમગ્ર ઘટનાને લઇને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પણ તપાસના આદેશ આપ્યાં છે. પત્રકાર પર થયેલ હુમલાની ઘટનાને પ્રફુલ પાનસેરિયાએ વખોડી છે. આચાર્ય હરેશ પટેલે જણાવ્યું કે, “ગમે તે કેમ ન હોય આવી ગુંડાગર્દી ક્યારે નહીં સ્વીકારી લેવાય”
ઉલ્લેખનિય છે કે, સરકારી શિક્ષકોને ટ્યુશન કરવવાની મનાઇ છે. સરદાર પટેલ વિદ્યાલયના આચાર્ય હરેશ પટેલ ટ્યૂશન ક્લાસ ચલાવતા ઝડપાયા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. સંવાદાતાના રિપોર્ટિંગ દરમિયાન આચાર્ય વિફર્યાં હતા અને મારામારી પર ઉતરી આવતા આ સમગ્ર ઘટનાને લઇને પોલીસ ફરિયાદ નોંધાઇ હતી અને શિક્ષણ મંત્રીએ પણ તપાસના આદેશ આપ્યાં છે.
40 કોચિંગ ક્લાસીસ પર સ્ટેટ જીએસટીના દરોડ
તો બીજી તરફ શિક્ષણ જગતના અન્ય સમાચારની વાત કરીએ તો રાજકોટના બે સહિત રાજ્યભરમાં આવેલા 40 કોચિંગ ક્લાસીસ પર સ્ટેટ જીએસટીના દરોડા પડ્યાં હતા. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા દર્શાવાતી હોવાની ફરિયાદો હતી.રાજકોટના બે સહિત અમદાવાદ, વડોદરા ઉપરાંત રાજ્યભરમાં આવેલા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેના કોચિંગ ક્લાસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. 40 સ્થળે ગુરુવાર મોડી સાંજ બાદ એકસાથે કાર્યવાહી કરવામાં આવી હતી.મોડી રાત સુધી તપાસનો ધમધમાટ ચાલુ રહ્યો હતો. કેટલાક કોચિંગ ક્લાસના સંચાલકો તૈયારી માટે આવતા વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા દેખાડતા હોવાની વ્યાપક ફરિયાદો મળ્યા બાદ જીએસટીએ દરોડાના દોર શરૂ કર્યાનું જાણવા મળે છે. તપાસના અંતે લાખો રૂપિયાની કરચોરી ઝડપાય તેવી પણ સંભાવના છે.
આ પણ વાંચો
બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ થશે વિભાજન, જાણો કયાં નવા જિલ્લા આવશે અસ્તિત્વમાં