હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MBBSની પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલાઇ હોવાનો સરકારે કર્યો સ્વીકાર
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા ગુણ કૌભાંડને લઈ abp અસ્મિતાના અહેવાલની મોટી અસર થઇ હતી
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં થયેલા ગુણ કૌભાંડને લઈ abp અસ્મિતાના અહેવાલની મોટી અસર થઇ હતી. MBBSની પરીક્ષામાં ત્રણ વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલાઈ હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. પંકજ કુમારની અધ્યક્ષતામાં રચવામાં આવેલી સમિતિએ કરેલી તપાસમાં કૌભાંડ થયુ હોવાનું સાબિત થયું હતું.
ઉત્તરવહી ગુણ કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે શિસ્ત ભંગના પગલા લેવાનો પણ આદેશ કરવામાં આવ્યો હતો. પૂનઃમુલ્યાકન સાથે જોડાયેલા જે-તે સમયના કન્વિનર સામે સાત દિવસમાં પગલા ભરવાના પણ આદેશ અપાયા હતા. બેઠક નંબર 391,392 અને 406 નંબરની ઉત્તરવહીઓ બદલાઈ હોવાનો ખુલાસો થયો હતો.
ન્યૂઝીલેન્ડ સામે આવતીકાલથી ભારતની ટી-20 શ્રેણી શરૂ થશે
ન્યૂઝીલેન્ડ સામે આવતીકાલથી ભારતની ટી-20 શ્રેણી શરૂ થશે. સીરિઝની શરૂઆત પહેલા ભારતની ટી20ના નવા કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડે મીડિયા સાથે વાત કરી હતી. રાહુલ દ્રવિડે કહ્યું, ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં વ્યસ્ત હતી એટલે ઓછી વાત ચીત થઈ છે. હું તેને પરેશાન કરવા નહોતો માંગતો. ઓલરાઉન્ડરના સવાર પર રોહિત શર્માએ કહ્યું, અમે માત્ર ટીમમાં એક કે બે ખેલાડીઓ પર ફોક્સ નથી કરી રહ્યા. અમને સફળ ટીમ બનવામાં જે મદદ કરશે તેના પર અમે ધ્યાન આપીશું.
રોહિતે શું કહ્યુ
રોહિત શર્માએ કહ્યું, અમે ખેલાડીઓને નીડર બનીને રમવાનું કહીશું. ટી20 ફોર્મેટમાં આ ખૂબ જરૂરી છે. તેઓ મેદાન પર જાય અને નીડર થઈને રમે તે મહત્વનું છે. જો તેઓ સફળ સાબિત થાય તો કોઈ પરેશાની નથી થતી. તેમાં મારો અને કોચનો રોલ મહત્વપૂર્ણ હોય છે. કિવી કેપ્ટન વિલિયમસન ટી20 સીરિઝ નહીં રમવા પર રોહિતે કહ્યું ન્યૂઝીલેન્ડની ટીમને તેમની જરૂરિયાત જણાશે.
આગામી આઈસીસી ઈવેન્ટની કોણ કરશે યજમાની
- 2024 ટી20 વર્લ્ડકપઃ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ
- 2025 ચેમ્પિયન્સ ટ્રોફી- પાકિસ્તાન
- 2026 ટી20 વર્લ્ડકપ – ભારત અને શ્રીલંકા
- 2027 વર્લ્ડ કપ -દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે, નામીબિયા
- 2028 ટી20 વર્લ્ડકપ - ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ
- 2029 ચેમ્પિયન્સ ટ્રોફી – ભારત
- 2030 ટી20 વર્લ્ડકપ – ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડ
- 2031 વર્લ્ડકપ – ભારત અને બાંગ્લાદેશ