શોધખોળ કરો
APMCના વેપારીઓને સરકારે આપી મોટી રાહત, એક કરોડથી વધુ રોકડ વ્યવહાર પર 2 ટકા TDSમાંથી મળી મુક્તિ
મોદી સરકારે એપીએમસીના વેપારીઓને મોટી રાહત આપી છે. એપીએમસીના વેપારીઓને એક કરોડના રોકડ બેંક વહીવટ પર બે ટકા TDS લેવાના નિર્ણયમાંથી મુક્તિ આપવામાં આવી છે.
નવી દિલ્હીઃ મોદી સરકારે એપીએમસીના વેપારીઓને મોટી રાહત આપી છે. એપીએમસીના વેપારીઓને એક કરોડના રોકડ બેંક વહીવટ પર બે ટકા TDS લેવાના નિર્ણયમાંથી મુક્તિ આપવામાં આવી છે. થોડા દિવસો પહેલા સરકારના આ નિર્ણય સામે ગુજરાતમાં અનેક એપીએમસી માર્કેટે બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો. નાણા મંત્રાલય દ્વારા આજે આ અંગે ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી.
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ અને ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે એક કરોડથી વધુની રોકડ રકમ પર બે ટકા ટીડીએસને લઈ સરકારમાં રજૂઆત કરી હતી. જે બાદ સરકારે નિર્ણય લઈને મોટો ફેંસલો કર્યો હતો. સરકારના આ નિર્ણયથી એપીએમસી વેપારીઓમાં ખુશીનો માહોલ છે.
સરકારના આ નિર્ણયથી હવે એપીએમસી ના વેપારી ખેડૂતોના વેચાયેલા માલના નાણા રોકડામાં આપી શકશે. ઉપરાંત વેપારી ખેડૂત માટે બેંકમા બિલ પ્રમાણે નાણા ઉપાડશે તો તેના પર કોઈ TDS નહી લાગે.
TVના આ સ્ટાર એક્ટરે પત્નીને કરી લિપલૉક KISS, તસવીર થઈ વાયરલ સાવકી માતાએ ત્રણ વર્ષની દીકરીનું ગળુ દબાવી કરી હત્યા, શબને મીણબત્તીથી સળગાવ્યુંAddressing the concerns raised by Agriculture Produce Market Committees (APMCs), it has been decided not to levy the 2% TDS on cash payments above Rs 1 crore made through APMCs, in order to make immediate payments to farmers for their produce. pic.twitter.com/eioVXgsrKc
— NSitharamanOffice (@nsitharamanoffc) September 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement