સૌથી મોટા સમાચાર, આ તારીખોમાં રાજ્યની 7,000 ગ્રામ પંચાયતોમાં યોજાઇ શકે છે ચૂંટણી, વાંચો અપડેટ
Gujarat Gram Panchayat Elections 2025: આગામી માર્ચ મહિનાના અંતમાં કે પછી એપ્રિલ મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ શકે છે

Gujarat Gram Panchayat Elections 2025: રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ રહી છે. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે, પરંતુ હવે માહિતી મળી છે કે, માર્ચ કે એપ્રિલમાં રાજ્યમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે. આમાં 7 હજાર જેટલી ગ્રામ પંચાયતો સામેલ થઇ શકે છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી અટકેલી પડી છે, હવે અંગે મોટા સમાચાર સામે આવ્યા છે, સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આગામી માર્ચ મહિનાના અંતમાં કે પછી એપ્રિલ મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ શકે છે. આમાં 7 હજાર જેટલી ગ્રામ પંચાયતોની એકસાથે ચૂંટણી યોજાઇ શકે છે. ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારી કરી લીધી હોવાનો દાવો પણ થયો છે. જોકે, આ અંગે હજુ કોઇ સત્તાવાર માહિતી બહાર આવી નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ફેબ્રુઆરીમાં યોજાશે -
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો પહેલાથી જાહેર થઈ ચૂકી છે. રાજ્ય ચૂંટણી આયોગ કમિશ્નર ડૉ. એસ. મુરલી ક્રિષ્નાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી હતી. જે અનુસાર, 66 નગરપાલિકાઓમાં 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ: 1 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ: 3 ફેબ્રુઆરી 2025
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ: 4 ફેબ્રુઆરી 2025
મતદાનની તારીખ: 16 ફેબ્રુઆરી 2025 (રવિવાર)
મતદાનનો સમય: સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
મતગણતરીની તારીખ: 18 ફેબ્રુઆરી 2025 (મંગળવાર)
નોંધનીય છે કે, રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસી, 14 ટકા એસટી અને 7 ટકા એસસી અનામત બેઠકો રહેશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામતના અમલ સાથે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી જાહેર થઈ છે. અલબત્ત ગ્રામ પંચાયતોમાં હજી પણ વહીવટદારનું રાજ કાયમ રહેશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગર પાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી.
આ પણ વાંચો
GPSC Exam Cancel: 16 ફેબ્રુઆરીએ યોજાનારી GPSC ની પરીક્ષા કેન્સલ કરાઇ, જાણો કારણ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
