Jammu Kashmir Vaishno Devi Yatra: જમ્મુમાં આકાશી આફતથી તારાજી, સતત 3 દિવસે વૈષ્ણોદેવી યાત્રા બંધ
સતત ત્રીજા દિવસે વૈષ્ણોદેવી યાત્રા બંધ.. યાત્રાના માર્ગ પરના ખરાબ રસ્તાનું રિપેરીંગ અને રસ્તાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. એટલે કે બે દિવસ પહેલા આભ ફાટ્યા અને ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી વૈષ્ણોદેવી યાત્રા ફરીથી શરૂ કરવા મુદ્દે કાલે નિર્ણય લેવાશે. એ પહેલા યાત્રા બંધ રહેવાના કારણે કટરામાં ત્રણ હજાર ભક્તો અટવાયા છે. ત્યારે કટરા હોટેલ એસોશિએશને ભક્તો માટે હોટેલમાં મફત રહેવાની સુવિધા આપી. જો કોઈ હોટેલ ફૂલ હોય તો કંટ્રોલ રુમને ફોન કરીને અન્ય હોટેલ વિશે માહિતી મેળવવા અપીલ કરી છે. તો આ તરફ જમ્મુમાં આકાશી આફતથી તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 700 ઘર તણાયા. ઉઝ, તરાનાહ, બસંતર, તાવી, ચિનાબ, મુનવ્વર અને દેવક નદીઓ રૌદ્ર સ્વરૂપમાં છે.. જે નદીના પ્રચંડ પ્રવાહમાં કેટલાક પુલ પણ તણાયા. એટલું જ નહીં પઠાનકોટથી જમ્મુને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભૂસ્ખલનના કારણે ત્રણ સ્થળે ક્ષતિગ્રસ્ત થયો.. તો બંન્ને બાજુથી રસ્તો બંધ થવાના કારણે જમ્મુ રિઝનમાં રોડ અને ટ્રેન વ્યવહાર પર અસર થઈ રહી છે.. જો કે અત્યાર સુધીમાં 9 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવામાં આવ્યા..



















