Chhota Udaipur news: ક્વાંટના સિંહાદામાં ધામણી નદીમાં યુવક તણાયો
છોટા ઉદેપુરના ક્વાંટના સિંહાદા ગામે ધામણી નદીમાં એક યુવક તણાયો હોવાની ઘટના બની. ચીખલી ગામનો યુવક ધામણી નદીમાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે જ નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં યુવક તણાયો હતો. યુવકના તણાવાનો વીડિયો પણ સોશલ મીડિયામાં વાયરલ થયો. સવારે 10 વાગ્યે બનેલી ઘટનાની જાણ થતા સ્થાનિકોએ યુવકની શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ તણાયેલા યુવકનો પાનવડ સ્મશાન ઘાટ પરથી મૃતદેહ મળી આવ્યો. મૃતકનું નામ ગોવિંદ ધાણક હોવાની માહિતી મળી રહી છે..
છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ચલામલી ગામે કોતરમાં પૂરની સ્થિતિ.. અચાનકથી કોતરમાં પાણીનો તેજ પ્રવાહ આવતા પશુ ચરાવવા ગયેલ મનહર તડવી નામની વ્યક્તિએ વૃક્ષ પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો હતો.. પશુપાલક ફસાયો હોવાની જાણ થતા ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને દોરડાની મદદથી ફસાયેલા પશુપાલકને બચાવી લીધો..





















