Kheda: ખેડામાં કેનાલમાં ડૂબી જવાથી દાદા-પૌત્રનું મોત, પોલીસનો કાફલો ઘટના સ્થળે
ખેડા: મહેમદાવાદ માઇનોર કેનાલમાં ડૂબી જવાથી બેના મોત થયા છે. વણસોલી ગામની મુખ્ય કેનાલમાંથી નીકળતી માઇનોર કેનાલમાં ઘટના બની છે. વણસોલી કેનાલ પર નોકરી કરતા આધેડ અને સાથે 8 વર્ષનું બાળકનું પણ મોત નિપજ્યું છે.
ખેડા: મહેમદાવાદ માઇનોર કેનાલમાં ડૂબી જવાથી બેના મોત થયા છે. વણસોલી ગામની મુખ્ય કેનાલમાંથી નીકળતી માઇનોર કેનાલમાં ઘટના બની છે. વણસોલી કેનાલ પર નોકરી કરતા આધેડ અને સાથે 8 વર્ષનું બાળકનું પણ મોત નિપજ્યું છે. ત્યાર બાદ આસપાસ રહેતા સ્થાનિકોએ પરિવારજનોને જાણ કરી હતી. કેનાલ પર નોકરી કરતા આધેડ સાથે પૌત્રનું મોત થતા ચકચાર મચી છે. મૃતદેહોને નજીકની હોસ્પિટલે પીએમ અર્થે ખસેડ્યા છે. મહેમદાવાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. જો કે, આ બન્નેના મોતને લઈને અનકે સવાલો ઉઠ્યા છે.
મોરબી દુર્ઘટના મામલે FIRમાં નામ નોંધાતા જ જયસુખ પટેલે ખેલ્યો મોટો દાવ
MorbI Bridge Collapse Update: મોરબી ઝૂલતા પુલ દુર્ધટના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ઓરેવાનાં માલિક જયસુખ પટેલનું નામ એફઆઈઆરમાં નામ એડ થયું છે. દુર્ઘટના બાદ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ઓરેવાનાં મેનેજર સહિત ૯ લોકોના નામ હતા. હવે જયસુખ પટેલનું નામ ઉમેરવામાં આવ્યા ૧૦ આરોપીઓ થયા છે. હાલ જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી છે. આ મામલે સુનાવણી આવતીકાલે થશે.
પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે: ઈસુદાન ગઢવી
આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ઈસુદાન ગઢવીએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસ દારૂનો વેપલો કરે છે. 2 પોલીસ કર્મચારી 15 પોલીસ કર્મચારીની જાસૂસી કરે છે. 600 લોકેશન બુટલેગરને મોકલાયા હોવાનો પણ ઈસુદાને આક્ષેપ કર્યો છે.
ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે, પોલીસ અરવલ્લીમાં દારૂની ખેપ કરતા પકડાય છે. બોટાદમાં 9 વર્ષની બાળકી પર ગેંગરેપ અને ત્યારબાદ હત્યા કરવામાં આવે છે. છતા પણ કોઈ ઉચ્ચ અધિકારી જવાબ નથી આપતા. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 7041 બાળકીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. રોજ 6-7 બાળકી પર દુષ્કર્મ આચરવામાં આવે છે. 195 કેસોમાં જ ગુનેગાર પકડાયા છે. સરકાર-મુખ્યમંત્રી પોતે કાયદો વ્યવસ્થાનું મોનીટરીંગ કરે. બુટલેગર પોલીસ પાસેથી દારૂ ખરીદે છે. સંડોવાયેલ ઉચ્ચ હોદ્દેદારોને પદ પરથી દૂર કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. પોલીસ કોન્સ્ટેબલ IPSની જાસૂસી કરે આ ગુજરાત મોડલ છે. બિહાર જેવા રાજ્યો એક સમયે ગુન્હાખોરી માટે જાણીતા હતા તેની જગ્યાએ ગુજરાત ગુન્હાખોરીનું હબ બન્યું છે.