ગૃહ મંત્રી બાદ સાબરકાંઠા DySPએ પેપર લીકમાં કાર્યવાહી અંગે શું આપી માહિતી, જાણો વિગતે
ડીવાયએસપીએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તપાસને લઇને આ મોટુ નિવેદન આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સવારે પેપર લીક મામલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ખુલાસા કર્યો હતા.
અમદાવાદઃ રાજ્યમાં પેપર લીક કાંડને લઇને ચાલી રહેલી તપાસ મામલે હવે સાબરકાંઠા ડીવાયએસપીએ નિવેદન આપ્યુ છે. ડીવાયએસપીએ તપાસ અંગે જણાવતા કહ્યું કે, આરોપીઓની હાલ પુછપરછ ચાલી રહી છે, પુછપરછ બાદ તમામ લિન્ક બહાર આવશે. હેડ ક્લાર્કના પેપર ફૂટ્યા બાદ ક્યાં સુધી તે પહોંચ્યા છે તેનો પણ બહુ જલદી ખુલાસો થશે. ડીવાયએસપીએ પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તપાસને લઇને આ મોટુ નિવેદન આપ્યુ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સવારે પેપર લીક મામલે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ખુલાસા કર્યો હતા.
પેપરકાંડમાં સૌથી મોટો ધડાકોઃ આ રહ્યા હેડ ક્લાર્કની પરીક્ષાના પેપર ફોડનારા આરોપીઓ
પ્રાંતિજઃ ગૌણ સેવા પસંદગી મેંડળે લીધેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાની સરકારે આજે પત્રકાર પરીષદમાં કબૂલાત કરી હતી. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવના ગુનામાં સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. પેપર લીક કરવાના મુખ્ય 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 4ની શોધખોળ ચાલું છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 406, 420, 409, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે.
પેપરકાંડના આરોપીઓ
ધ્રુવ બારોટ, ચિંતન પટેલ –પ્રાંતિજના વડરાડનો દર્શન વ્યાસ-હિંમતનગર ધ્રુવ બારોટ- મહેશ પટેલ- ન્યૂ રાણીપ કોણીયોલ- કુલદીપ હિંમતનગર તાજપુરી-સુરેશ પટેલ
જોકે, ગૌણ સેવા પસંદગી મંડળનો કર્મચારી લીકકાંડમાં જોડાયેલો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નહીં. આરોપીઓએ વિદ્યાર્થીઓ સાથે હોટલમાં ભોજન લીધા બાદ ફાર્મ હાઉસમાં પેપર સોલ્વ કરાવ્યું. ફૂટેલું પેપર 3 અલગ અલગ જગ્યાએ સોલ્વ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી આરોપીઓના નામ જાહેર થશે. બાકીના ચાર આરોપીઓ પણ રડારમાં છે. ઝડપથી ધરપકડ કરાશે. આરોપીઓએ પેપર ફોડી એક ફાર્મ હાઉસમાં બેઠક કરી હતી.
પેપર ફોડનારને કડકમાં કડક સજા થાય તેવી કલમો ઉમેરાશે. ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી પોલીસ તમામ જાણકારી મેળવી રહી છે. પેપર ફોડનાર આરોપીને મીડિયા સમક્ષ રજૂ કરાશે. પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.
અસિત વોરાની આગેવાની વાળી ગૌણ સેવા પસંદગી મંડળ વધુ એક પરીક્ષા લેવામાં નિષ્ફળ રહ્યું છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરીષદમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપરલીક થવા મુદ્દે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ અંગે મીડિયા દ્વારા જાણ થતાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ પાસા હેઠળ તપાસ કરવામાં આવી હતી.
તેમણે કહ્યું કે, પ્રથમ દિવસથી જ ગૃહ વિભાગ દ્વારા ઘનિષ્ઠ તપાસ થાય તે માટે તકેદારી રાખવામાં આવેલી છે. શંકાસ્પદ આરોપીઓને નાસી જવા કે છટકી જવા માટે કોઈ તક ન મળે તે માટે તમામ તકેદારીઓ ગૃહ વિભાગે રાખી હતી. ગૃહ વિભાગ દ્વારા 24થી વધુ ટીમો બનાવવામાં આવી હતી. 88 હજાર લોકોએ પરીક્ષા આપી હોય, યુવાનોએ પોતાના ભવિષ્યના સપના જોયા હોય.