શોધખોળ કરો
Advertisement
ભાજપમાં જોડાયા બાદ કયા બે નેતાઓએ ભાંગરો વાટ્યો? આ બન્ને નેતાઓ જાહેરમાં શું બોલ્યા? જાણો
ગુજરાતનાં રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો હતો. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ છોડી બગાવત કરનારા 8 ધારાસભ્યો પૈકીના પાંચ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરિયો ધારણ કર્યો
ગુજરાતનાં રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો હતો. રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસનો હાથ છોડી બગાવત કરનારા 8 ધારાસભ્યો પૈકીના પાંચ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યોએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપની વડી કચેરી કમલમ ખાતે યોજાનારા પ્રવેશઉત્સવમાં અધ્યક્ષ જીતુ વાઘાણીની હાજરીમાં કોંગ્રેસના 8 પૈકીના 5 પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા. ત્યાર બાદ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ એક પછી એક નિવેદનબાજી શરૂ કરી હતી. જોકે તેમાં બે નેતાઓ ભાંગરો વાટ્યો હતો જેને લઈને હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયાએ જણાવ્યું હતું કે, હું આજે કમલમમાં જવાનો છું. હું મારા મતવિસ્તારોના તમામ કામ પૂર્ણ કરવા માટે વિશ્વાસ આપું છું. મારી સાથે 8 ધારાસભ્યો જેમણે પદ છોડ્યું છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. હું ભાજપમાં જોડાઈને મારા વિસ્તારના જે કામ અધૂરા છે તે પૂર્ણ કરીશ. પરંતુ અહીં એક મોટી ભૂલથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા નેતાઓએ પ્રવેશોત્સવમાં જ મોટો ભાંગરો વાટ્યો હતો.
સ્ટેજ પરથી અક્ષર પટેલ અને જેવી કાકડિયાના નિવેદનથી પ્રદેશ ભાજપના નેતાઓ મુંઝવણમાં મૂકાઈ ગયા હતા. ભાજપમાં જોડાયેલા અક્ષય પટેલને અમિત ચાવડાને મહાનસપૂત ગણાવ્યા હતા. તો બીજી બાજુ ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયાના દીલ દીમાગ પર હજુ પણ કોંગ્રેસ છવાયેલું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા કાકડિયાએ પોતાના નિવેદનમાં જ ભાંગરો વાટ્યો હતો અને જણાવ્યું હતું કે, હું ભાજપ છોડી કોંગ્રેસમાં આવ્યો છું. કાકડિયાએ કરેલી ભૂલને મંચ પર બેસેલા ભાજપના નેતાઓ સાંભળી સ્તબ્ધ થઈ ગયા હતા, અને સ્ટેજ પર જ તેમની ભૂલ સુધરાવી હતી.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોએ ભાંગરો વાટતો હસીનું પાત્ર બન્યા હતા. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જે.વી.કાકડિયાએ નીતિન પટેલને મુખ્યમંત્રી ગણાવ્યા હતા. જ્યારે અક્ષય પટેલે અમિત ચાવડાનું નામ લેતાં સોપો પડી ગયો હતો. અક્ષય પટેલ અમિત શાહના બદલે અમિત ચાવડા બોલતા ભાજપના નેતાઓએ તેમની ભૂલ સુધારાવી હતી. ત્યાર બાદ અક્ષય પટેલે ભૂલ સ્વીકારીને સુધારી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના કમલમ ખાતે કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્યના નામ ઉમેરાયા તે મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ધારીના પૂર્વ ધારાસભ્ય જે.વી. કાકડિયા. કપરાડાના પૂર્વ ધારાસભ્ય જીતુ ચૌધરી, કરજણના પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ, અને અબડાસાના પૂર્વ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહનાનો સમાવેશ થાય છે. પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં યોજાયેલા સમારોહમાં જીતુ વાઘાણીએ તમામ ધારાસભ્યોને ખેંસ પહેરાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
અમદાવાદ
Advertisement