શોધખોળ કરો
Advertisement
Gujarat Assembly Budget Session 2021: સરકારે બજેટમાં કમલમ્ ફ્રૂટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટિને લઈને શું કરી મોટી જાહેરાત ? જાણો
કેવડિયાની આસપાસના 50 કિલોમીટરના વિસ્તારમાં કમલમ્ ફ્રૂટના બે લાખ રોપાઓનું વાવેતર કરાશે.
ગાંધીનગર: રાજ્ય સરકારે બજેટમાં કમલમ્ ફ્રૂટ અને સ્ટેચ્યુ ઓફ યુનિટિને લઈને પણ મોટી જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા કહ્યું કે, કેવડિયાની આસપાસના 50 કિલોમીટરના વિસ્તારમાં કમલમ્ ફ્રૂટના બે લાખ રોપાઓનું વાવેતર કરાશે. તેના માટે સરકારે બજેટમાં રૂપિયા 15 કરોડની જોગવાઈ કરી છે.
જ્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવા વિશ્વ પ્રવાસન સ્થળનો આયોજનબદ્ધ વિકાસ થાય તે માટે સરકારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરિટીની પણ રચના કરી છે.
સરકારે બજેટમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી એરીયા ડેવલપમેન્ટ માટે 652 કરોડની જોગવાઈ કરી છે. જેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો પ્રવાસન સ્થળ તરીકે વધુ વિકાસ તો થશે જ. સાથે કેવડિયામાં કમલમ ફ્રૂટને પ્રોત્સાહન આપીને આદિવાસી ખેડૂતોના વિકાસનો માર્ગ પણ ખોલ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion