Gujarat Election 2022: 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા કયા નેતાને ભાજપે ફરી કર્યા પક્ષમાં સામેલ ?
Gujarat Election 2022: છોટાઉદેપુરના ભાજપના પૂર્વ પ્રમુખ જશુ ભીલને ફરી પાર્ટીમાં સામેલ કરાયા છે. શિસ્ત ભંગ બદલ છ વર્ષ માટે ગત ફેબ્રુઆરીમાં સસ્પેન્ડ કરાયા હતા.
Gujarat Election 2022: ગુજરાત વિધાનભાની ચૂંટણી જાહેર થઈ છે. પ્રથમ તબક્કા માટેના ઉમેદવારી પત્રો ભરાઈ ગયા છે. આ દરમિયાન ભાજપે 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરેલા નેતાને ફરી પક્ષમાં સામેલ કર્યા છે.
છોટાઉદેપુરના ભાજપના પૂર્વ પ્રમુખ જશુ ભીલને ફરી પાર્ટીમાં સામેલ કરાયા છે. શિસ્ત ભંગ બદલ છ વર્ષ માટે ગત ફેબ્રુઆરીમાં સસ્પેન્ડ કરાયા હતા. નોકરીએ લગાવી આપવા નાણાં લીધા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. નોકરી ના મળી અને રૂપિયા પણ પરત ના મળતા યુવાનની વાતચીતનો વીડિયો વાયરલ થયા બાદ આ કાર્યવાહી કરાઈ હતી.
ચૂંટણીપંચ દ્વારા જારી કરવામાં આવેલા નિયમો અનુસાર શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગુનાઈત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર, તેમના પર નોંધાયેલા ગુના, ટિકિટ આપવાનું કારણ અને એકપણ ગુનો નહીં ધરાવતા દાવેદારને સ્થાને આ ગુનાઈત ઉમેદવાર જ કેમ તેની વિગતો જારી કરી છે. જેમાં ભાજપે આ ગુનાઈત ઉમેદવારના ક્રિમિનલ બેકગ્રાઉન્ડ કરતાં તેની 'લોકપ્રિયતા' નું બહાનું રજૂ કર્યું છે.
સામાન્ય રીતે પ્રત્યેક ઉમેદવારે ઉમેદવારીપત્ર ભરતી વખતે પોતાની સામે કોઇ ગુનો નોંધાયો હોય તો તેની વિગત એફિડેવિટમાં દર્શાવવી પડે છે. હવે સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા આદેશ બાદ ચૂંટણી પંચ દ્વારા એવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે કે પ્રત્યેક પક્ષે ગુનાઈત ઉમેદવારની વિગતો-તેને ટિકિટ આપવાનું કારણ માધ્યમો દ્વારા ૩ વખત પ્રકટ કરાવવી પડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ પ્રકારનો નિયમ પ્રથમવાર અમલી થયો છે. આ નિયમના ભાગરૃપે ભાજપ દ્વારા30૦ ગુનાઈત ઉમેદવારોની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં કેટલાક ઉમેદવારો પર અનેક ગુના હોવા છતાં તેઓ લોકપ્રિય છે, પક્ષના સંનિષ્ઠ કાર્યકર છે, કર્તવ્યનિષ્ઠ છે, ગુનો નહીં ધરાવતા અન્ય દાવેદારો કરતાં તે વધારે સારો વિકલ્પ છે તેવા વિવિધ કારણો આપ્યા છે.
NCPથી નારાજ રેશમા પટેલે શું કહ્યું?
“હું રેશ્મા પટેલ મારા ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને ગુજરાત પ્રદેશ પ્રવક્તાના પદ પરથી રાજીનામું આપું છું અને NCPના પ્રાથમિક સદસ્યતા પરથી પણ રાજીનામું આપું છું.મે NCP પાર્ટી સાથે નિષ્ઠાપૂર્વક અને ઈમાનદારીથી જનતા માટે કામ કર્યુ છે અને પાર્ટી ને મજબૂત બનાવવા માટે કામ કર્યુ છે.મે ગુજરાતના સત્તાધારીઓ ની તાનાશાહી સામે દબંગ બની અવાજ ઉઠાવ્યો છે,ગુજરાતમાં NCPના સક્રિય કાર્યકર નો ફર્જ નિભાવ્યો છે, મને ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ અને પ્રદેશ પ્રવક્તાની જવાબદારી આપવામાં આવી હતી. આજે હું આ બન્ને જવાબદારી પરથી રાજીનામું આપું છું અને NCP પાર્ટી માંથી પણ રાજીનામું આપું છું.રાજનીતિમાં મહિલાઓના સંઘર્ષને તમે સમજી શકો છો, રાજનીતિની દષ્ટીકોણ એ છે કે તમે પોતાના સાથે થયેલ રાજકીય અન્યાય સામે અવાજ ઉઠાવો તો તમને રાજકીય સ્વાર્થનો ધબ્બો લગાવી બદનામ કરવામાં આવે છે. હું માત્ર એટલું સમજુ છું કે, જનતાને ન્યાય અપાવવા માટે તમારી પોતાની તાકાત વધારવી પડે છે, જ્યારે તાકાત વધારવાનો મોકો આવે છે ત્યારે રાજકીય ષડયંત્ર અને અન્યાયનો સામનો કરવો પડે છે.તમારા નેતૃત્વમાં કામ કરવાનો મોકો મળ્યો એ મારા માટે સૌભાગ્યની વાત છે. NCP ના શિર્ષ નેતૃત્વને મારો આદર અર્પણ કરું છું”