Gujarat Election 2022 Live : પ્રથમ તબક્કામાં 39 પક્ષોના 788 ઉમેદવારો મેદાનમાં, 70 મહિલા
Gujarat Election 2022: ચૂંટણી પંચ દ્વારા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણી માટે વિવિધ પક્ષો-ઉમેદવારોની વિગતો જાહેર કરી છે.જેમાં વિવિધ રાજકીય પક્ષોની યાદી પણ જાહેર કરવામા આવી છે.
LIVE
Background
Gujarat Assembly Elections 2022 Updates: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ 39 રાજકીય પક્ષોના ઉમેદવારો છે. 39 પક્ષોના કુલ 788 ઉમેદવારોમાં 70 મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં 339 અપક્ષ ઉમેદવારો છે.
AIMIM ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચી કોંગ્રેસને ટેકો જાહેર કર્યો
અમદાવાદના બાપુનગરથી વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં AIMIM બાપુનગરના ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. બાપુનગરના AIMIM ના ઉમેદવાર શાહનવાઝ ખાન પઠાણે પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું છે. તમને જણાવી દઈએ કે, શાહનવાઝ ખાન પઠાણ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરનો ભત્રીજો છે. ફોર્મ પરત લઇને શાહનવાઝ ખાન પઠાણે કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કર્યો છે. આમ બાપુનગર બેઠક પર કોંગ્રેસને થોડી રાહત મળી છે.
ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યા
ગુજરાત વિધાનસભાની ચૂાંટણીમાાં કુલ 4,91,35,400 મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો, 2,53,59,863 પુરૂષ મતદારો તથા 1391 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે
રાજ્યમાં 100 વર્ષ કે તેનાથી વધુ વયના કુલ 10,460 મતદારો
- ગુજરાતમાં બે તબક્કામાં 51,839 પોલીંગ સ્ટેશનમાં મતદાન યોજાશે : પી. ભારતી
- અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ પોલીંગ સ્ટેશન 5610 , જ્યારે સૌથી ઓછા ડાંગમાં 335
- ગુજરાતમાં 4,91,35,400 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે
- રાજ્યમાં કુલ મતદારો પૈકી 2,37,74,146 મહિલા મતદારો તથા 2,53,59,863 પુરૂષ મતદારો
- કુલ 1391 થર્ડ જેન્ડર મતદારો પૈકી સૌથી વધુ 226 થર્ડ જેન્ડર મતદારો વડોદરામાં
- રાજ્યમાં 100 વર્ષ કે તેનાથી વધુ વયના કુલ 10,460 મતદારો
- 18થી 29 વર્ષની વયજૂથના 1,15,10,015 યુવા મતદારો
- રાજ્યમાં માત્ર ત્રણ જિલ્લાઓ દાહોદ , નવસારી અને તાપીમાં પુરૂષ મતદારો કરતાં મહિલા મતદારો વધારે
સુરત ખાતે ગુરુકુળ ના બાળકોએ આપ્યો અનોખો સંદેશ.
સુરત ખાતે ગુરુકુળના બાળકોએ મતદાન જાગૃતિ માટે વિશાળ માનવકૃતિ બનાવી અનોખો સંદેશ આપ્યો. વિદ્યાર્થીઓ એ 'વોટ ફોર ગુજરાત' ની વિશાળ માનવકૃતિ બનાવીને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા અનુરોધ કર્યો. ગુરુકુળના સ્વામીજી એ મતદાન કરવા લોકોને અપીલ કરી.
રાજકોટ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનાં આગમનને લઈને તૈયારીઓ શરૂ.
રાજકોટ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનાં આગમનને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શાસ્ત્રીમેદાન ખાતે વિશાળ ડોમ ઉભો કરવામાં આવ્યો છે. સોમવારે સાંજે રાહુલ ગાંધી ચૂંટણી સભા સંબોધી ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરશે. 50 હજાર કરતા વધુ મેદની એકઠી કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ચારેય કોંગી ઉમેદવારો હાજર રહેશે. અત્યાર સુધી સાયલન્ટ રહેલી કોંગ્રેસ પ્રચાર મેદાનમાં ઉતરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે.