(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Election 2022: શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાની ઘરવાપસી, કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા
પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરીથી એકવાર કોંગ્રેસમાં જોડાઇ ગયા છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ગુજરાતમાં ભાજપ ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પુરજોશમાં પ્રચાર કરી રહી છે. આ બધાની વચ્ચે સંભવિત ઉમેદવારો અને દાવેદારો પણ મેદાનમાં ગયા છે. હવે સમાચાર મળી રહ્યાં છે કે, પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરીથી એકવાર કોંગ્રેસમાં જોડાઇ શકે છે. અત્યારે મહેન્દ્રસિંહ વાઘેલા કોંગ્રેસ કાર્યલય પહોંચી ચૂક્યા છે, અને થોડીવારમાં કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઇ શકે છે.
મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસ સાથે
સમાચાર છે કે, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એકવાર કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રસિંહ વાઘેલા પહેલા કોંગ્રેસમાં હતા અને ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા હતા, પરંતુ બાદમાં ભાજપ સાથે જોડાઇ ગયા હતા, જોકે રાજ્યસભાની ચૂંટણીના સમયે તેમને ફરીથી પાછુ ભાજપમાંથી રાજીનામુ ધરી દીધુ હતુ, અને નિષ્ક્રિય થઇ ગયા હતા. હવે વિધાનસભાની ચૂંટણી સામે છે ત્યારે ફરી રાજકારાણમાં એક્ટિવ થઇ રહ્યા છે.
રાજકીય કેરિયરની વાત કરીએ તો, મહેન્દ્રસિંહ વાઘેલા આ પહેલા કોંગ્રેસના ધારાસભ્યા રહ્યાં હતા, તેમને વર્ષ 2012થી 2017 સુધી બાયડ વિધાનસભાના ધારાસભ્ય રહ્યાં હતા.