Gujarat Election 2022: લોકશાહીમાં અમારું હાઇકમાન્ડ જનતા જનાર્દન છે: PM મોદી
Gujarat Election 2022: છોટાઉદેપુર બોડેલી મારી કર્મભૂમિ રહી છે. પાવીજેતપુરમાં કોઈ ઘર નહિ હોય કે ત્યાં ગયો નહિ હોય. તમારી સમસ્યાનું સમાધાન શું હોય તેની સમજણ હતી.
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આજે પ્રધાનમંત્રીએ છોટા ઉદેપુરમાં જનસભા સંબોધી. જેમાં તેમણે કહ્યું, ચૂંટણીમાં અલગ અલગ વિસ્તારમાં જઈને જનતાના દર્શન કરવાનો મોકો મળ્યો. સરકારનો જનતા માટે ભરોસો અને જનતાનો સરકાર ઉપર ભરોસો છે. લોકશાહીમાં અમારું હાઇકમાન્ડ જનતા જનાર્દન છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, છોટાઉદેપુર જિલ્લો જુદો બન્યાને એક દસક થવા આવ્યો.. મને સંતોષ છે, પગલું સાર્થક નિવડ્યું. વડોદરા સુધી લાંબુ થવું પડતું હતું હવે છોટાઉદેપુરમાં જ થઈ જાય છે. આ દસકામાં આપણે મજબૂત પાયો નાંખ્યો હવેનો દસકો વિકાસની હરણફાળ કરવી છે.
કોંગ્રેસ વર્ષોથી ગરીબી હટાવો હટાવો કરે છે. લોકોની આંખમાં ધૂળ નાંખવાથી ગરીબી હટી નહિ વધી. કોંગ્રેસના રાજમાં આપનો ગરીબ આદિવાસી અલગ અલગ પડી ગયો. આપે ભાજપની સરકાર બનાવી... રાજ્યમાં કેન્દ્રમાં દિવસ રાત ગરીબોનું સશક્તિકરણ સફળતાપૂર્વક કર્યું. બહેનો શક્તિશાળી બને તે માટે કામ કર્યું.
કોંગ્રેસના મિત્રો કાન ખોલીને સાંભળી લે, તમે જેટલું કાદવ ઉછાળશો, એટલું જ કમળ વધારે ખીલવાનું છે.
— BJP Gujarat (@BJP4Gujarat) December 1, 2022
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi#गुजरात_बोले_भाजपा_फिरसे pic.twitter.com/tkCLgS7OFx
છોટાઉદેપુર બોડેલી મારી કર્મભૂમિ રહી છે. પાવીજેતપુરમાં કોઈ ઘર નહિ હોય કે ત્યાં ગયો નહિ હોય. તમારી સમસ્યાનું સમાધાન શું હોય તેની સમજણ હતી, તમારી વચ્ચેથી શીખીને દિલ્હીથી સમાધાન કરું છું. જ્યારે ગુજરાતમાં હતો બે લાખ સુધી સારવારની વ્યવસ્થા કરી દિલ્હી ગયો તો 5 લાખ રૂપિયા સુધી કરી. દિલ્હીમાં તમારો દીકરો બેઠો છે. ભુપેન્દ્ર પટેલની સરકારે સંકલ્પ પત્રમાં કહ્યું છે, 5 લાખ નહિ 10 લાખ સુધી સરકાર ભોગવશે. એક કાર્ડ આખા દેશમાં ચાલે એવી વ્યવસ્થા કરી.કોવિડમાં તમારો ચૂલો સળગે તેના માટે તમારો દીકરો ચિંતા કરતો હતો. 80 કરોડ લોકોને ત્રણ વર્ષથી મફત રાશન આપ્યું. કોંગ્રેસની સરકાર હોત તો બધું લૂંટી જાત, કોવિડમાં તમારો ચૂલો સળગે તેના માટે તમારો દીકરો ચિંતા કરતો હતો. 80 કરોડ લોકોને ત્રણ વર્ષથી મફત રાશન આપ્યું. કોંગ્રેસની સરકાર હોત તો બધું લૂંટી જાત. ભૂતકાળમાં જે મોટા મોટા ખેડૂતોની વાતો થઈ, ગરીબ ખેડૂતો માટે તમારા દીકરાએ દિલ્લીથી ચિંતા કરી. ત્યાર સુધી 2 લાખ કરોડ ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યા છે.
આઝાદીના આટલા વર્ષ પછી દેશમાં પહેલીવાર આદિવાસી રાષ્ટ્રપતિ, આ જનજાતિ પરિવારનું ગૌરવ છે, સામાન્ય પરિવારનું ગૌરવ છે.
— BJP Gujarat (@BJP4Gujarat) December 1, 2022
- પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી#गुजरात_बोले_भाजपा_फिरसे