શોધખોળ કરો

PM Modi Gujarat Visit: ચૂંટણી તારીખની જાહેરાત પહેલા પીએમ મોદી વધુ એક વખત આવશે ગુજરાત, જાણો કયા કયા કાર્યક્રમોમાં લેશે ભાગ

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉંટ ડાઉન શરૂ થઈ ગયું છે. હાલ અમિત શાહ ગુજરાત પ્રવાસે છે. બીજી બાજુ પીએમ મોદી 31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉંટ ડાઉન  શરૂ થઈ ગયું છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 6 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. આજે તેમનો ત્રીજો દિવસ છે.  ત્યારે બીજી બાજુ પીએમ મોદી  31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે.

 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  આગામી 31મી ઓક્ટોબરે ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ચૂંટણી પહેલાં 3 કાર્યક્રમો કરશે. મલુપુરમાં 4 ખાતમૂહૂર્ત કરીને જંગી સભાને સંબોધશે તથા કેવડિયામાં સરદાર જયંતિએ એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. ત્યાર બાદ તેઓ દેશના ભાજપના કાર્યકરોને દિલ્હીથી સંબોધશે. પછી જ ગુજરાતની ચૂંટણીની જાહેરાત થશે એવો તર્ક છે 

સરદાર જયંતિએ પરંપરા મુજબ કેવડિયામાં એકતા દિવસ સવારે પરેડ સાથે ઊજવાશે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી પણ સામેલ થાય તેવી શક્યતા ખરી. દર વર્ષની માફક કેવડિયામાં પ્રધાનમંત્રી  IAS પ્રોબેશનર્સને પણ સંબોધશે.

કેવડિયાથી પ્રધાનમંત્રી  બપોરે અમદાવાદ એરપોર્ટ આવી ત્યાંથી બપોરના ત્રણ વાગે થરાદના મલુપુર ગામના હેલિપેડ ખાતે તેઓ જાહેરસભાને સંબોધશે.

થરાદમાં ચાર યોજનાઓનું ખાતમુહૂર્ત અને ત્રણ યોજનાઓની જાહેરાત કરશે.

ખાતમુહૂર્ત થનારી ચારે યોજના સિંચાઈને લગતી છે, જેમાં રૂ. 1,566 કરોડની કસરા-દાંતીવાડા નર્મદા પાઇપલાઇન યોજના, રૂ. 191 કરોડની ડીંડરોલની મુકતેશ્વર ડેમ સુધીની નર્મદા પાઇપલાઇન યોજના, નર્મદા નિગમની રૂ. 88 કરોડની 32 કિમીની સૂઈગામ નર્મદા બ્રાન્ચ કેનાલ અને રૂ. 13 કરોડની કાંકરેજ-દિયોદર-પાટણ માટે પાણી પુરવઠા બોર્ડની યોજના સામેલ છે.   મોઢેરા-મોટી ધાઉ હયાત પાઇપલાઇન મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવ સુધી લંબાવવાની રૂ. 550 કરોડની યોજના, રૂ. 145 કરોડના ખર્ચે બાલારામ નદી ઉપરના ડેમમાંથી પાણી લઈ મલાણી તળાવ સહિત 13 તળાવો ભરવાની યોજના અને રૂ. 126 કરોડની સાંતલપુરના ઊંચાઈ ઉપરના 11 ગામોને પાઇપલાઇનથી પાણી આપવાની યોજનાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી  જાહેરાત કરાશે.

PM Modi જવાનો સાથે મનાવશે દિવાળી

દિવાળી પહેલાના વ્યસ્ત કાર્યક્રમ બાદ હવે વડાપ્રધાન મોદી દર વર્ષની જેમ આ વખતે પણ સરહદ પર સૈનિકોની સાથે રોશનીનો તહેવાર દિવાળી મનાવવા તૈયાર છે, એક દિવસ પહેલા જ તેમને અયોધ્યામાં રામ જન્મભૂમિ પરિસરમાં રામ લલાની પૂજા કરી હતી, તેમને રામ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમિક્ષા કરી હતી. પીએમ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યાએ એક નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

J&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
ભારતમાં 10 કે 20 નહીં, આટલા બધા આતંકવાદી સંગઠનો છે, અહીં જુઓ NIAની યાદી
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Fraud Alert: ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી છેતરપિંડી, ક્યાંક તમે પણ તો નથી કરી રહ્યા આ ભૂલ?
Embed widget