PM in Gujarat: વડાપ્રધાન મોદી આજે ગુજરાત પ્રવાસે, વલસાડના નાના પોંઢામાં સંબોધશે જનસભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ વડાપ્રધાન પ્રથમ વાર આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે
વલસાડઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ વડાપ્રધાન પ્રથમ વાર આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભાવનગર અને વલસાડનો પ્રવાસ કરશે. જેમાં બપોરે ત્રણ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વલસાડના નાના પોંઢામાં મોટી જનસભાને સંબોધન કરશે.
આત્મનિર્ભર ભારતના પ્રણેતા અને દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો ગુજરાત પ્રવાસ
તારીખ: 6 નવેમ્બર, 2022, રવિવાર
લાઈવ નિહાળો:
• https://t.co/dSqhPRRLS3
• https://t.co/3xD28d1IH2
• https://t.co/gDXaSLPIrG pic.twitter.com/hY4QxZaB0s— BJP Gujarat (@BJP4Gujarat) November 5, 2022
વડાપ્રધાન મોદીના આગમનને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પીએમ મોદી જે રૂટ પરથી પસાર થવાના છે તે તમામ સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હેલિપેડથી સભા સ્થળના રૂટ પર પોલીસે રિહર્સલ કર્યુ હતું. તેમના પ્રવાસને લઈને પાંચ એસપી કક્ષાના પોલીસ અધિકારી, 13 ડિવાયએસરી, 26 પોલીસ ઈન્સ્પેક્ટર, 130 પોલીસ સબ ઈન્સપેક્ટર અને એક હજારથી પોલીસ જવાનો તૈનાત રહેશે.
Gujarat polls: PM Modi to address rally in Valsad, attend mass marriage of 552 girls
— ANI Digital (@ani_digital) November 6, 2022
Read @ANI Story | https://t.co/KJOWlOQ2mn#PMModi #GujaratElections2022 #Gujarat #MassMarriage pic.twitter.com/abK8PCMfzB
વડાપ્રધાન મોદીનો આજનો કાર્યક્રમ પ્રદેશ ભાજપે આયોજીત કર્યો છે ત્યારે તમામ સંગઠનના હોદ્દેદારો કામે લાગી ગયા છે. આ ઉપરાંત મંત્રીઓ પણ સ્થળ પર હાજર રહીને કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે.. એટલુ જ નહી, ધરમપુર અને કપરાડામાં વર્ષ 1977 દરમિયાન સંઘના સ્વયં સેવક તરીકે કામ કર્યુ હતુ. જેની સાથે વડાપ્રધાન મોદીએ કામ કર્યુ છે તેવા 37 વ્યક્તિઓને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. વલસાડની જનસભાને સંબોધન કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી ભાવનગર પહોંચશે. જ્યાં ભાવનગરમાં આયોજીત સર્વ જ્ઞાતિય સમૂહલગ્નમાં હાજરી આપશે.
Gujarat Assembly Election 2022: 'લેખિતમાં આપી રહ્યો છુ, ગુજરાતમાં 5 બેઠકો પણ નહી જીતે કૉંગ્રેસ',કેજરીવાલની ભવિષ્યવાણી
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજકીય માહોલ ગરમાયો છે અને રાજકીય પક્ષોની નિવેદનબાજીએ તાપમાન વધાર્યું છે. આક્ષેપો અને પ્રતિઆક્ષેપો ઉપરાંત હવે આગાહીઓ પણ થઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એક કાર્યક્રમ દરમિયાન કહ્યું છે કે હું લેખિતમાં આપી રહ્યો છું, આ વખતે કોંગ્રેસ ગુજરાતમાં પાંચ બેઠકો પણ જીતી શકશે નહીં.