શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: નરેન્દ્રભાઇએ ગામડામાં 24 કલાક વીજળી આપવાનું કામ કર્યુઃ અમિત શાહ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નડીયાદના આડીનારમાં સભા સંબોધી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે નડીયાદના આડીનારમાં સભા સંબોધી હતી. સભામાં ભાજપ ઉમેદવાર પંકજ દેસાઇ, કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ, સંજયસિંહ મહિડા ઉપસ્થિત રહ્યા હતા. વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપના કાર્યકરો ઉમટ્યા હતા.

રેલીને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું હતું કે સમગ્ર દેશમાં સૌથી વધુ રોજગારી ગુજરાતમાં મળી છે. ગુજરાતમાં સૌથી વધુ મૂડી રોકાણ આવ્યું છે. સૌથી વધુ સ્ટાર્ટ અપ ગુજરાતમાં નોંધાયા છે. વોટબેન્કના ડરથી કોગ્રેસે 370ની કલમ હટાવી નહીં. જમ્મુ કાશ્મીરમાં કોઇએ કાકરી ચલાવવાની પણ હિંમત કરી નથી. એક જાન્યુઆરી 2024માં અયોધ્યામાં ગગનચૂંબી રામ મંદિર બની જશે. દેશના તમામ ધાર્મિક સ્થળોને પુનઃ ઉર્જાવાન કરવાનું કામ કર્યું છે. મહુધાના લોકો આ વખતે ભૂલ ના કરતા. કોગ્રેસના શાસનમાં 12 લાખ કરોડના કૌભાડો થયા છે. કોગ્રેસના રાજમાં કૌભાંડો ગણાતા નથી. મોટા વર્ગ સાથે કોગ્રેસે અન્યાય કર્યો છે.

અમિત શાહે કહ્યું કે અગાઉ ખેડામાં આરોગ્યની સ્થિતિ કથળેલી હતી. ગરીબો માટે સારવારની કોઇ વ્યવસ્થા નહોતી. આજે ગરીબોને સારામાં સારી હોસ્પિટલમાં સારવાર મળે છે. ગરીબ બાપ કહેતો કે દીકરા તારા પર દેવું ન થવું જોઇએ. કોરોનામાં વિનામૂલ્યે 200 કરોડ રસીના ડોઝ અમે આપ્યા છે. એક તરફ પરિવારવાદ, વંશવાદ , જાતિવાદથી ઘેરાયેલી કોગ્રેસ પાર્ટી છે.

બીજી તરફ વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્રણેય પાર્ટી ગુજરાત પર સતા મેળવવા માટે જંગ લડી રહી છે.કોંગ્રેસે તેનો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે તો આમ આદમી પાર્ટીએ 300 યુનિટ વીજળી ફ્રી સહિતના કેટલાક વચન આપ્યાં છે. તો ભાજપ આવતી કાલે સંકલ્પ પત્ર જાહેર કરી શકે છે.

વિધાનસભાની ચૂંટણીને લઇને રાજ્યમાં રાજકિય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં ત્રિપાંખિયો જંગ જામતા મુકાબલો રસપ્રદ બન્યો છે. મતદાતાને રિઝવવા માટે જુની પેન્શન યોજના શરૂ કરવા સહિતના કોગ્રેસે સંકલ્પપત્રમાં વચન આપ્યાં છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ આવતી કાલે ભાજપ સંક્લ્પ પત્ર જાહેર કરશે.

ઉલ્લેખનિય છે કે સંકલ્પપત્રમાં ભાજપ આ વખતે અગ્રસેર શબ્દોનો ખાસ ઉપયોગ કરશે. જેમાં ખેતી અગ્રેસર, અર્થતંત્ર અગ્રેસરએ ભાજપનો સંકલ્પ હશે. રોજગારી અને રોકાણને ભાજપના મેનિફેસ્ટોમાં સ્થાન અપાયું છે તો પ્રાથમિક સુવિધા, મહિલાઓની સુરક્ષા એ ભાજપના મેનિફેસ્ટોનો ખાસ મુદ્દો હશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
Embed widget