શોધખોળ કરો

Gujarat Assembly: ગુજરાતના શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કરાયો વધારો, જાણો હવે કેટલા રૂપિયા મળશે

શેરડી કાપણી-ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોના લઘુત્તમ દરમાં 100 ટકાનો વધારો કરાયો છે. શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોને પહેલા લઘુત્તમ રૂ. 238 પ્રતિ ટન મળતું હતું જે હવેથી રૂ. 476 મળશે.

Gujarat Assembly: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે શ્રમિકોના લઘુત્તમ વેતનમાં વધારો કરવાની ગૃહમાં જાહેરાત કરી હતી. કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ હસ્તકના વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોના વેતનમાં વધારો  કરવામાં આવ્યો છે. જે મુજબ  કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9887.80 મળતું હતું, જે હવેથી રૂ. 12324 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું, જે હવેથી રૂ. 11986 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11,752 મળશે.

કોર્પોરેશન, નગરપાલિકા અને સત્તામંડળ સિવાયના વિસ્તારમાં કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9653.80 મળતું હતું જે હવેથી રૂ. 12012 મળશે. અર્ધ કુશળ શ્રમિકોને પહેલા લઘુત્તમ માસિક વેતન રૂ. 9445.80 મળતું હતું જે હવેથી રૂ. 11752 મળશે, જ્યારે બિન કુશળ શ્રમિકોને માસિક લઘુત્તમ વેતન રૂ. 9237.80 મળતું હતું, જે હવેથી રૂ. 11466 મળશે.

શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોના લઘુત્તમ દરમાં 100 ટકાનો વધારો કરાયો છે. શેરડી કાપણી - ભરણી વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકોને પહેલા લઘુત્તમ રૂ. 238 પ્રતિ ટન મળતું હતું જે હવેથી રૂ. 476 મળશે.

રાજ્યમાં કેટલા બાળરોગ નિષ્ણાતોની જગ્યા ખાલી છે ?

રાજ્યની સરકારી જનરલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત ડોકટરોની કુલ કેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે, જેના જવાબમાં સરકાર જણાવ્યું કે રાજ્યની જનરલ હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાત ડોકટરો માટે કુલ 90 જગ્યાઓ મંજુર કરેલી છે. વર્ષ 2022ની પરિસ્થિતિ 90 જગ્યાઓમાંથી માત્ર 45 જગ્યાઓ ભરવામાં આવી છે અને હજુ 45 જેટલી જગ્યાઓ બાળરોગ નિષ્ણાત ડોકટરોની જગ્યા ખાલી છે.

‘આત્મનિર્ભર ભારત’નો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો કોલ આત્મનિર્ભર ગુજરાતના નિર્માણથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સાકાર કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની આ પ્રતિબદ્ધતામાં રાજ્ય સરકારે ઓક્ટોબર-2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં જાહેર કરેલી ‘‘ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ’’ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.
આ યોજના અન્વયે રાજ્યમાં જુદા જુદા સ્થળોએ ઉદ્યોગ શરૂ કરવા માટે વિવિધ ઉદ્યોગકારો અને રાજ્ય સરકાર વચ્ચે દર સપ્તાહના પ્રથમ દિવસ એટલે કે સોમવારે MoU કરવાનો નવતર ઉપક્રમ યોજાય છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં આ ઉપક્રમના પાંચ તબક્કાઓ પૂર્ણ થયા છે અને કુલ 56 જેટલા MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આના પરિણામે ગુજરાતમાં કુલ ૭૯,૩૭પ કરોડ રૂપિયાનું સૂચિત મૂડીરોકાણ આકર્ષિત થયું છે.  એટલું જ નહિ, આ ઉદ્યોગો શરૂ થવાથી પ૪,૭૩૦ જેટલા લોકોને રોજગાર અવસર પણ આવનારા દિવસોમાં મળતા થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Aravalli News: અરવલ્લી જિલ્લાના માલપુરમાં કરુણ ઘટના, વાત્રક નદીમાં ડુબતા ત્રણ સગીરના મોતGujarati family Murder in USA: અમેરિકામાં વર્જિનિયામાં ગુજરાતી પિતા-પુત્રીની હત્યાAmbalal Patel Forecast : અંગ દઝાડતી ગરમી માટે રહો તૈયાર: અંબાલાલ પટેલે ગરમીને લઈ શું કરી મોટી આગાહી?Morbi News: સ્વચ્છતાને લઈને મોરબી મનપાનો નવતર પ્રયોગ,જાહેરમાં લઘુશંકા કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
KKR vs RCB Live Score: કોલકાતાની ત્રીજી વિકેટ પડી, રહાણે 56 રન બનાવી આઉટ
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
અરવલ્લીમાં કાળો કેર: વાત્રક નદીમાં ડૂબી જવાથી ત્રણ સગીર ભાઈઓના કરુણ મોત
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
જમીન-મકાન ખરીદીના નિયમોમાં સરકારે કર્યો મોટો ફેરફાર, નોંધણી સમયે હવે આ વિગતો ફરજિયાત આપવી પડશે
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
હવે અમદાવાદમાં ગરમી નહીં લાગે આકરી! AMC એ કરી જોરદાર તૈયારી! પાણીની પરબથી લઈને હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ સુધી!
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
Ahmedabad News : વાહન ચાલકો સાવધાન, જો રોંગ સાઇડ ચલાવશો દંડ જ નહિ પરંતુ મળશે આ સજા
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
લો બોલો...! ચીને ભારતની જમીન પર બાંધી લીધા ઘર, ખુદ સરકારે સંસદમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Ahmedabad: અમદાવાદના  કુખ્યાત મોહમ્મદ કુરેશીના  “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Ahmedabad: અમદાવાદના કુખ્યાત મોહમ્મદ કુરેશીના “ઇસ્માઇલ પેલેસ” પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Bangladesh Unrest: શું બાંગ્લાદેશમાં ફરી થશે તખ્તાપલટ? આર્મી ચીફે સૈનિકોને ઢાકામાં એકઠા થવાનો આપ્યો આદેશ!
Embed widget