શોધખોળ કરો
ગુજરાત ભાજપના ધારાસભ્યનો કોરોનાના નિયમોના ધજાગરા પછી લૂલો બચાવ, જમણવાર તો રાખવો પડે ને……
ગુજરાત સરાકરે લોકોને ઉતરાયણમાં ઉજવણી કરવા માટે ધાબા પર નહીં જવા કહ્યું છે અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નીતિન પટેલના હોમ ટાઉન કડીમાં કોરોનાં ગાઈડ લાઇન ની એસીતૈસી કરીને ભાજપે કાર્યકર સંમેલન યોજ્યું હતું.

(ફાઈલ તસવીર)
ગાંધીનગરઃ ગુજરાત સરાકરે લોકોને ઉતરાયણમાં ઉજવણી કરવા માટે ધાબા પર નહીં જવા કહ્યું છે અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રી નીતિન પટેલના હોમ ટાઉન કડીમાં કોરોનાં ગાઈડ લાઇન ની એસીતૈસી કરીને ભાજપે કાર્યકર સંમેલન યોજ્યું હતું. હદ તો એ થઈ ગઈ કે, કડીના ભાજપના ધારાસભ્ય કરસન સોલંકીએ પોતાની જ સરકારની આદેશના લીરેલીરા ઉડડાતી આ ઘટનાનો એમ કહીને બચાવ કર્યો હતો કે, પ્રજાના પ્રતિનિધિ થયા છીએ એટલે જમણવાર તો રાખવો પડે ને ? કડીમાં ભાજપના કાર્યકર સંમેલનમાં ભેગા થયેલા લોકોએ જમવા માટે પડાપડી કરી મૂકી હતી. મહેસાણાના કડી ખાતે ભાજપે સ્નેહ મિલન કાર્યક્રમ આયોજિત કર્યો હતો. આ કાર્યક્રમમાં વિભાવરીબેન દવે અને કે.સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કડી શહેર ભાજપ દ્વારા આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.
વધુ વાંચો




















