શોધખોળ કરો

ગુજરાત બજેટઃ ખેડૂતો આનંદો, હવે દિવસે વીજળી મળશે; 140 નવા સબસ્ટેશન સ્થપાશે

જૂના જર્જરિત વીજ વાયરોને બદલવા , નડતર રૂપ વીજ માળખાના સ્થળાંતર માટે , લાંબા ખેતીવાડી ફિડરોના વિભાજન માટે , કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાના અમલીકરણ તથા સીમ શાળાઓમાં થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવા રૂ.305 કરોડની જોગવાઈ કરવામાં આવી.

ગાંધીનગરઃ રાજ્યના નાણામંત્રી નીતિન પટેલે આજે વર્ષ 2020-21નું બજેટ રજૂ કર્યુ હતું. નીતિન પટેલે આઠમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યુ. સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસના મંત્ર સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. 2,17,287 કરોડનું ગુજરાત બજેટ નીતિન પટેલે રજૂ કર્યુ હતું. બજેટમાં ખેડૂતો પર સરકાર વિશેષ મહેરબાન થઈ હતી. નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું, મારી સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા વીજ જોડાણ , સાતત્યપૂર્ણ અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે . હવે ખેડૂતોની વર્ષો જૂની માંગણી પૂરી કરવા દિવસ દરમિયાન વીજ પુરવઠો પૂરો પાડવાનો અમે નિર્ધાર કર્યો છે. જેના ભાગરુપે હું નવી દિનકર યોજના જાહેર કરું છું . આ યોજનામાં આગામી ત્રણ વર્ષમાં ટ્રાન્સમિશન નેટવર્કને સુદઢ કરવા તેમજ નવા સબ સ્ટેશનો સ્થાપવા રૂ.3500 કરોડનું આયોજન છે . જે માટે રૂ.500 કરોડની જોગવાઈ કરાઈ છે. આશરે એક લાખ કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે રૂ.1489 કરોડની જોગવાઇ કરાઈ છે, ખેતીનો ખર્ચ ઘટાડવા ખેડૂતોને રાહત દરે વીજ પુરવઠો પૂરો પાડવા માટે સબસિડી આપવા રૂ 7385 કરોડની જોગવાઈ કરાઈ છે. લોકપ્રિય સૂર્ય ગુજરાત યોજના અંતર્ગત સોલર રૂફટોપ માટે સબસિડી આપવા માટે રૂ.912 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તમામ ગ્રામ પંચાયતોના વોટર વર્કસને વિનામૂલ્ય વીજળી પૂરી પાડવા માટે રૂ.765 કરોડની સબસિડીની જોગવાઈ કરવામાં આવી છે. આગામી વર્ષે 140 નવા સબસ્ટેશનો સ્થાપવાનું આયોજન છે . જે માટે રૂ.421 કરોડની જોગવાઈ . GETCOના સબસ્ટેશનની નજીકમાં આવતી સરકારી જમીનમાં ગુજરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડ દ્વારા તબક્કાવાર 2500 મેગાવોટ સૌર ક્ષમતાના સોલાર પી . વી . પ્રોજેક્ટ સ્થાપના અંતર્ગત , આ વર્ષે 250 મેગાવોટ ઉત્પન્ન કરવા રૂ.449 કરોડની જોગવાઈ. જૂના જર્જરિત વીજ વાયરોને બદલવા , નડતર રૂપ વીજ માળખાના સ્થળાંતર માટે , લાંબા ખેતીવાડી ફિડરોના વિભાજન માટે , કિસાન હિત ઊર્જા શક્તિ યોજનાના અમલીકરણ તથા સીમ શાળાઓમાં થ્રી ફેઝ વીજ પુરવઠો પૂરો પાડવા રૂ.305 કરોડની જોગવાઈ. ગુજરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડ અને ગુજરાત ઇલેકિટ્રસિટી ટ્રાન્સમિશન કોર્પોરેશનને શેરમૂડી ફાળા માટે રૂ.275 કરોડની જોગવાઈ. ગજરાત સ્ટેટ ઇલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડના પાવર જનરેશન યુનિટોના આધુનિકીકરણ અને રેટ્રોફિટિંગ માટે રૂ.150 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી હતી. ગુજરાત બજેટઃ રાજ્યમાં કેટલા નવા વર્ગખંડ બનાવાશે ? વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા કરવામાં આવેલી ફાળવણીની રકમ સાંભળી ચોંકી જશો ગુજરાત બજેટઃ માછીમારો માટે શું કરવામાં આવી જાહેરાત ? જાણો ગુજરાત બજેટઃ કડિયાકામ અને શ્રમિકો માટે બજેટમાં શું થઈ મોટી જાહેરાત ? જાણો ગુજરાત બજેટઃ નીતિન પટેલે જાહેર કરેલી માદરે વતન યોજના શું છે ? કેટલા કરોડની કરવામાં આવી જોગવાઈ ગુજરાત બજેટઃ ગૌપાલકો અને ખેડૂતો માટે શું થઈ જાહેરાત ? જાણો ગુજરાત બજેટઃ દેશની પ્રથમ ઓર્ગેનિક એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં સ્થપાશે ? કેટલા કરોડની કરવામાં આવી જોગવાઈ, જાણો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
જો તમારું પણ આ બેંકમાં ખાતું છે... તો આ 2 દિવસ UPI કામ નહીં કરે! જાણો કારણ
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
અબુ ધાબી BAPS સ્વામિનારાયણ મંદિરમાં દિવાળીની ભવ્ય ઉજવણી, જુઓ અન્નકૂટ દર્શનની તસવીરો
Embed widget