શોધખોળ કરો
ગુજરાત પેટા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત, રાજકીય પક્ષો નહીં કરી શકે જાહેરસભા
નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. ત્રણ નવેમ્બરને આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા છે. હવે નહીં ગજવી શકાય જાહેર સભાઓ. નેતાઓ ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. ત્રણ નવેમ્બરને આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર થશે.
કઈ બેઠક પર કયા પક્ષમાં કોણ છે ઉમેદવાર
ગુજરાતમાં કેમ યોજાઈ રહી છે પેટા ચૂંટણી
કોંગ્રેસમાં મોટાપાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને તે પછી ત્રણ ધારાસભ્યો મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જેના પગલે આ બેઠકો ખાલી પડતાં પેટા ચૂંટણી યોજાઈ રહી છે.
બેઠક | ભાજપના ઉમેદવાર | કોંગ્રેસના ઉમેદવાર |
ધારી | જે.વી. કાકડિયા | સુરેશ કોટડિયા |
મોરબી | બ્રિજેશ મેરજા | જયંતિ જયરાજ |
ગઢડા | આત્મારામ પરમાર | મોહન સોલંકી |
કરજણ | અક્ષય પટેલ | કિરીટસિંહ જાડેજા |
અબડાસા | પ્રદ્યુમનસિંહ જાડેજા | શાંતિલાલ સેંઘાણી |
ડાંગ | વિજય પટેલ | સૂર્યકાંત ગાવિત |
કપરાડા | જીતુ ચૌધરી | બાબુ વરઠા |
લીંબડી | કિરીટસિંહ રાણા | ચેતન ખાચર |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
