શોધખોળ કરો
Advertisement
ગઢડા બેઠક પર ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી
ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં નૂતન વિદ્યાલય બુથ અંદર ભાજપ -કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે.
બોટાદ : ગુજરાતમાં આજે આઠ બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં નૂતન વિદ્યાલય બુથ અંદર ભાજપ -કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ છે. બોગસ વોટિંગ કરવામાં આવતું હોવાનો કૉંગ્રેસના કાર્યકરોનો આરોપ છે. બોગસ વોટિંગ કરતા કોંગ્રેસના કાર્યકરે અટકાવતા ભાજપના કાર્યકરોએ માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મતદાન મથક પર વોટીંગ સમય પૂરો થવાને સમયે ભાજપ અને કૉંગ્રેસના કાર્યકરો વચ્ચે મારા-મારી થઈ હતી. પોલીસે બન્ને કાર્યકરો વચ્ચે મારામારી થતી અટકાવવા પ્રયાસ કર્યો હતો.
આઠ બેઠકો પર પેટા ચૂંટણીને લઈને 6 વાગ્યા સુધીમાં સરેરાશ 57.29 ટકા મતદાન થયું છે. ધારીમાં 42.18 ટકા, ગઢડામાં 47.86 ટકા, ડાંગમાં 74.71 ટકા, અબડાસા 57.78 ટકા, મોરબીમાં 51.88 ટકા લિંબડીમાં 56.04 ટકા, કરજણમાં 65.94 ટકા અને કપરાડામાં 67.34 ટકા મતદાન થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement