શોધખોળ કરો
Advertisement
લીંબડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા કોણે ધડાઘડ ફોર્મ ઉપાડતાં ખૂટી ગયાં ફોર્મ ? જાણો શું છે કારણ ?
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના દિનેશ બાંભણિયાની ઉપસ્થિતિમાં અંદાજે ૪૦થી વધુ વિધાર્થીઓએ પેટા ચૂંટણી માટે ફોર્મ ઉપાડ્યા હતા.
સુરેન્દ્રનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે લીંબડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે 74 જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ઉપાડ્યા હતા. શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના દિનેશ બાંભણિયાની ઉપસ્થિતિમાં અંદાજે વિધાર્થીઓએ પેટા ચૂંટણી માટે ફોર્મ ઉપાડ્યા હતા.
લીંબડી સેવા સદન ખાતે ઉમેદવારી ફોર્મ ખૂટી જતાં વિદ્યાર્થીઓ સેવા સદનમાં જ બેસી ગયા હતા. લીંબડી પેટાચૂંટણી માટે અત્યાર સુધી 108 ફોર્મ ઉપડ્યા છે. 74 યુવાનોએ શિક્ષિત બેરોજગાર સમિતિના નેજા હેઠળ ફોર્મ ઉપાડ્યા છે. સરકારી વિવિધ ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતાં યુવાનોએ ચુંટણી લડવા ફોર્મ ઉપાડ્યા છે. તેમજ અન્ય લોકોએ પણ 29 ફોર્મ ઉપાડ્યા છે. લીંબડી પેટાચૂંટણી પર અત્યાર સુધી 108 ફોર્મ ઉપડ્યા હજુ પણ એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી.
અગાઉ દિનેશ બાંભણીયાએ મોરબીમાં કોંગ્રેસ-ભાજપના આગેવાનો સાથે ચર્ચા કરી હતી. શિક્ષિત બેરોજગારના પ્રશ્ને ચર્ચા કરવામાં આવી. તેમજ બંને પક્ષોને આવેદન આપી સમર્થન માંગવામાં આવ્યું. સરકારી ભરતીમાં પોસ્ટીંગ બાકી રહેલા ઉમેદવારો આંદોલન કરી રહ્યા છે. નોંધનીય છે કે, એક વિધાનસભા દીઠ ૨૦૦ વિધાર્થીઓ ફોર્મ ભરશે. સૌરાષ્ટ્રની પાંચેય બેઠકો પર વિધાર્થીઓ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. મોરબી જીલ્લા કોંગ્રેસે તમામ સમર્થન આપવાની તૈયારી બતાવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement