શોધખોળ કરો

Visavadar Bypolls: વિસાવદરમાં બપોર સુધી 42 ટકા મતદાન, ભેંસાણના ગામોમાં મતદારોમાં ભારે ઉત્સાહ, જાણો આંકડા

Visavadar Bypolls Photos: વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં બપોરે મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. વિસાવદર પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે

Visavadar Bypolls Photos: આજે સવારથી જ વિસાવદર વિધાનસભા બેઠક પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. વિસાવદરમાં ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ, કૉંગ્રેસના નીતિન રાણપરિયા અને AAPના ગોપાલ ઇટાલિયા વચ્ચે ટક્કર બરાબર જામી છે. મતદારો કોને જીતાડશે તે તો પરિણામના દિવસે જ જાણી શકાશે. પરંતુ અત્યારે મતદારોનો ઉત્સાહ અનેરો જોવા મળી રહ્યો છે. બપોરના 1 વાગ્યા સુધી વિસાવદરમાં 42 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે. ભેંસાણ તાલુકામાં વહેલી સવારથી મતદારોએ મતદાન માટે લાઈન લગાવી હતી.

આજે ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે, સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે, અને બન્ને બેઠકો પર મતદારો ભરપૂર રીતે મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. ચૂંટણી પંચ તરફથી તાજા આંકડા જાહેર કરવામાં આવ્યા છે. બપોરે 1 વાગ્યા સુધી 42 ટકા મતદાન નોંધાયુ છે. શરૂઆતના સવારના ચાર કલાકમાં વિસાવદરમાં જબરદસ્ત મતદાન થયુ હતુ. જોકે, બપોરના સમયે મતદાન ધીમુ થયુ છે, કારણ કે ભોજનનો સમય હોવાથી 12 વાગ્યા બાદ મતદાનમાં ઘટાડો થયો છે. વિસાવદરમાં અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. વિસાવદરમાં મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવના અહેવાલો સામે આવ્યા નથી. ખાસ વાત છે કે, ભેંસાણ તાલુકાના ગામોમાં જબરદસ્ત મતદાન થઇ રહ્યું છે. 

વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં બપોરે મતદાનની ટકાવારીમાં ઘટાડો નોંધાયો છે. વિસાવદર પેટાચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે. ભેંસાણ તાલુકાના મતદાન કેન્દ્રમાં સૌથી વધુ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભેંસાણના હડમતીયા ગામના લોકો બપોર થતા મતદાન કરવા પહોંચ્યા હતા, વિસાવદરના સૌથી વધુ મતદાન વાળું સેમરાળા બૂથ છે. સેમરાળા ગામમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન નોંધાયુ છે. સેમરાળા ગામમાં 866 મતદાર પૈકી 430 મતદારોએ મતદાન કર્યુ છે. બપોરના સમયે સેમરાળા મતદાન કેન્દ્ર પર મતદારોની લાઈન યથાવત છે. 1800ની વસ્તી ધરાવતા સેમરાળા ગામના મતદારો જાગૃત જોવા મળ્યા છે. વૃદ્ધો અને અશક્ત લોકો લાકડીના ટેકે મતદાન બૂથ પર પહોંચ્યા છે. 

આજે સવારથી જ મતદારોમાં અહીં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, વિસાવદર પેટા ચૂંટણી માટે 297 મતદાન મથકો પર બે લાખ, 61 હજાર મતદારો મતદાન કરશે. મતદાન મથકો પર મતદાન માટેની મશીનરી અને પોલિંગ સ્ટાફ પહોંચી ચૂક્યો છે. આજે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થઇ ચૂક્યુ છે. શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે વિસાવદરમાં 800થી વધુ પોલીસકર્મીઓ, SRPની 3 ટીમ અને CRPFના જવાનોને તૈનાત કરાયા છે. વિસાવદરમાં 2 લાખ, 60 હજાર મતદારો છે. જેમાં 1 લાખ, 30 હજાર લેઉવા પટેલ મતદારો છે. તો 21 હજાર દલિત અને 20 હજાર કોળી મતદારો છે. વિસાવદરની પેટા ચૂંટણી માટે ચૂંટણી પંચે ગ્રીન ઇલેક્શનની થીમ અપનાવી છે. 

વિસાવદર બેઠક માટે 297 મતદાન કેન્દ્ર પરથી મતદાન ચાલી રહ્યું છે. વિસાવદર પેટાચૂંટણીને લઈ 2 લાખ 60 હજાર મતદાતાઓ મત્તાધિકારનો ઉપયોગ કરશે. ભેંસાણ તાલુકાના મતદાન કેન્દ્રો પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. વિસાવદરમાં વહેલી સવારથી લાઈનો લાગી છે. વિસાવદરમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે  ચૂંટણી જંગ છે.  વિસાવદર કરતા વધુ ભેંસાણમાં મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભેંસાણના મતદાન મથક પર વહેલી સવારથી જ મતદારોની લાઈન લાગી છે. પ્રથમવાર મતદાન કરનારા 100 મતદારોને રોપાનું વિતરણ કરાશે. તો કડી વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મળી કુલ આઠ ઉમેદવાર મેદાનમાં છે. એક હજાર 620 કર્મચારીઓ ચૂંટણીમાં ફરજ બજાવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
યુવાધનને બચાવવા ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગોગો પેપર અને રોલિંગ પેપર પર લગાવ્યો પ્રતિબંધ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
Gujarat Pride: દેશની 720 શાળાઓને પછાડી ગાંધીનગરની સરકારી સ્કૂલ બની 'નંબર વન', જીત્યો નેશનલ એવોર્ડ
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
પ્રેમી પંખીડા માટે માઠા સમાચાર: લગ્ન રજીસ્ટ્રેશનમાં 30 દિવસનો નવો નિયમ લાવશે ગુજરાત સરકાર
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
GUJCET 2026 Registration: આજથી ગુજકેટ માટે ફોર્મ ભરવાનું શરૂ, છેલ્લી તારીખ ચૂકી ન જતા; જાણો ફી અને પ્રક્રિયા
Embed widget