શોધખોળ કરો
Advertisement
Coronavirus Effect: ગુજરાતના આ IAS અધિકારીને ઓળખો? તમારે આમના વિશે જે જાણવું છે તે બધું જ
સમગ્ર દુનિયામાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોનાને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે જેમાં મોટા ભાગના અધિકારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યાં છે.
સમગ્ર દુનિયામાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોનાને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે જેમાં મોટા ભાગના અધિકારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યાં છે. જોકે અમે ગુજરાતના એક એવા અધિકારીની વાત કરવા જઈ રહ્યાં છીએ જેમની વાત સાંભળીને તમે ભરપુર વખાણ કરશો. આ IAS અધિકારી છેલ્લા 10 દિવસથી રોજ 20 કલાક કામ કરે છે. આ આઈએએસ અધિકારીનું નામ છે જયંતિ રવિ. જેઓ હાલ ગુજરાતના આરોગ્ય સચિવ છે.
આઈએએસ જંયતિ રવિ સ્વભાગે બહુ જ સરળ છે. તેમની પર ભ્રષ્ટાચારનો એક પણ દાગ લાગ્યો નથી. તેઓ છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાત કેડરમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેઓ ગુજરાતની ગમે તેવી પરિસ્થિતિમાં પણ ઉત્તમ કામો કર્યાં છે. આવા કુશળ મહિલા અધિકારી હાલ સરેરાશ 20 કલાક આપણા માટે કામ કરી રહ્યા છે.
જંયતિ રવિએ મદ્રાસ યુનિવર્સિટીમાંથી સ્નાતક થઈને હાવર્ડ યુનિવર્સિટીમાં PHD કર્યું છે. આ અધિકારીના આજે ગુજરાતમાં ભરપુર વખાણ થઈ રહ્યાં છે. જ્યારે જંયતિ રવિ ગુજરાતમાં ઘણી જગ્યાએ પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે.
2002ના રમખાણ સમયે જયંતિજી પંચમહાલ કલેક્ટર હતા. એ સિવાય શિક્ષણ, ગ્રામવિકાસ, પ્રધાનમંત્રી કાર્યાલય જેવા મહત્વના વિભાગોમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું છે. જયંતિ રવિ સારા વહીવટકર્તા હોવા છતાં કડક અધિકારીની છાપ પણ ધરાવે છે. જોકે દિલના એટલા જ પ્રેમાળ અને સાફ છે.
જયંતિ રવિ 11 ભાષાઓ અંગે જાણે છે. સંસ્કૃતમાં તેમણે અનેક પુસ્તકો પણ લખ્યા છે. નવાઈ વાત તો એ છે કે, આટલી મોટી જવાબદારી નિભાવતા જયંતિ રવિ ખૂબ સારા ગુજરાતી ભજનો પણ ગાય છે. "મેરુ તો ડગે પણ મન ન ડગે" તેમનું પ્રીય ભજન છે અને તેઓ આ ભજન ખૂબ સરસ રીતે ગાય પણ છે.
તેઓ જ્યારે સનદી સેવામાં જોડાયા તે પેહલાં આકાશવાણી દિલ્હીમાં યુવાવાણી, ઈંગ્લીશ ટોક્સ વિગેરે કાર્યક્રમમાં ભાગ લેતાં. તેઓ આકાશવાણીના ‘બી’ હાઈ ગ્રેડના માન્ય આર્ટીસ્ટ પણ છે જે ઘણાંને નહીં જ ખબર હોય. મોટેરા સૂર્ય મંદિર ખાતે થતા મહોત્સવ દરમિયાન કથક નૃત્ય પણ કરેલ છે. સતત સંવેદનશીલ એવા જયંતિ રવિના પરિવારમાં તેમના જીવન સાથી રામ ગોપાલજી, દીકરી કૃપા, દીકરો રામ પણ એટલા જ સરળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement