શોધખોળ કરો
કોંગ્રેસના નેતા આજથી મેદાનમાં, જાણો ક્યા ટોચના નેતા ક્યા વિસ્તારમાં ઘરે ઘરે ફરીને જનસંપર્ક કરશે ?
કોંગ્રેસ આજથી રાજ્યની તમામ મહાનગરપાલિકાનાતમામ વોર્ડ અને જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકોના મતવિસ્તારમાં જનસંપર્ક અભિયાન કરશે.

(ફાઈલ તસવીર)
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પડઘણ વાગી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે કમર કસી છે. કોંગ્રેસે આજથી એટલે કે સોમવારથી મહાજનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે. કોંગ્રેસ આજથી રાજ્યની તમામ મહાનગરપાલિકાનાતમામ વોર્ડ અને જિલ્લા-તાલુકા પંચાયતની બેઠકોના મતવિસ્તારમાં જનસંપર્ક અભિયાન કરશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા દ્વારા જિલ્લા પંચાયત બેઠક અને વોર્ડ દિઠ જનસપર્ક અભિયાન માટે નેતાઓને જવાબદારી સોંપી દેવાઈ છે. કોંગ્રેસે લીધેલા નિર્ણય પ્રમાણે તમામ જિલ્લા તાલુકા અને મહાનરપાલિકા વોર્ડ દિઠ અભિયાન કરાશે.
કોંગ્રેસે કરેલી જાહેરાત પ્રમાણે પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મટોડાથી જનસંપર્ક અભિયાન શરૂ કરશે. આ ઉપરાંત મોડાસર , મૌરૈયા , અમદાવાદ સાબરમતી અને શાહીબાગમાં સભાઓ કરશે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી , ઉપલેટા અને રાજકોટ શહેરમાં જનસંપર્ક કરશે જ્યારે ભરતસિંહ સોલંકી વડોદરા શહેરમાં જનસંપર્ક કરશે. અર્જૂનભાઇ મોઢવાડિયા ટંકારા અને જામનગર શહેરમાં જનસંપર્ક કરશે.
જ્યારે તુષાર ચૌધરી સુરતના ચૌર્યાસી અને સુરત જિલ્લામાં જનસંપર્ક કરશે. દિપકભાઇ બાબરિયા ઇસનપુર અને ખોખરામાં, સી જે ચાવડા નરોડા અને વિરાટનગરમાં તથા જયરાજસિંહ પરમાર કુબેરનગર અને સરદારનગરમાં જનસંપર્ક કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દુનિયા
Advertisement
