શોધખોળ કરો

આગામી સપ્તાહથી આ મોબાઈલ નંબરો પર બંધ થઈ જશે UPI સર્વિસ, નહીં કરી શકો પેમેન્ટ, બચવા માટે કરો આ કામ

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને તેમના ડેટાબેઝને 31 માર્ચ સુધીમાં અપડેટ કરવા માટે કહ્યું છે.

UPI New Rule: જો તમે ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે UPI નો ઉપયોગ કરો છો તો તમારા માટે એક મોટા સમાચાર છે. વાસ્તવમાં, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સને તેમના ડેટાબેઝને 31 માર્ચ સુધીમાં અપડેટ કરવા માટે કહ્યું છે. આ પછી 1 એપ્રિલથી નિષ્ક્રિય મોબાઈલ નંબર પર UPI પેમેન્ટ સર્વિસ બંધ થઈ જશે. આ પગલું સતત વધી રહેલા સાયબર ગુનાઓ અને અન્ય છેતરપિંડીઓને રોકવા માટે લેવામાં આવ્યું છે.

શું છે નવો નિયમ?

NPCIએ કહ્યું છે કે UPI સાથે જોડાયેલા તે મોબાઈલ નંબર, જે લાંબા સમયથી બંધ છે, તેમને બેંક ખાતામાંથી કાઢી નાખવામાં આવશે. જો સરળ ભાષામાં સમજીએ તો તેનો અર્થ એ છે કે જો તમારું બેંક એકાઉન્ટ કોઈ નિષ્ક્રિય નંબર સાથે લિંક છે તો તે ડિલીટ થઈ જશે. આ પછી, નિષ્ક્રિય નંબરો દ્વારા UPI ટ્રાન્ઝેક્શન શક્ય બનશે નહીં. NPCIનું કહેવું છે કે નિષ્ક્રિય નંબરોને કારણે UPI અને બેંકિંગ સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાય છે. ટેલિકોમ ઓપરેટરો દ્વારા અન્ય વપરાશકર્તાઓને નિષ્ક્રિય નંબરો ફાળવવામાં આવે છે, જે છેતરપિંડીનું જોખમ વધારે છે. હવે NPCI એ તમામ બેંકો અને GooglePe અને PhonePe જેવી સેવા પ્રદાતાઓને દર અઠવાડિયે તેમનો ડેટાબેઝ અપડેટ કરવા કહ્યું છે.

આનાથી બચવા શું કરવું?

NPCIના આ નિર્ણયની સૌથી વધુ અસર તે વપરાશકર્તાઓ પર પડશે જેમના બેંક એકાઉન્ટ તેમના જૂના અને નિષ્ક્રિય મોબાઇલ નંબર સાથે જોડાયેલા છે. જો તમારું બેંક એકાઉન્ટ પણ કોઈ જૂના  નંબર સાથે જોડાયેલું છે જે હવે એક્ટિવ નથી, તો બેંક ખાતાની સાથે તમારો નંબર અપડેટ કરો. ઉપરાંત, તમારા ટેલિકોમ સેવા પ્રદાતાનો સંપર્ક કરીને નિષ્ક્રિય નંબરને સક્રિય કરી શકાય છે. એકવાર નંબર એક્ટિવેટ થયા બાદ આ નિર્ણયની કોઈ અસર નહીં થાય અને ગ્રાહકો પહેલાની જેમ UPI સેવાઓનો ઉપયોગ કરી શકશે. 

બેંકો 31 માર્ચ સુધીમાં તેમના ડેટાબેઝમાંથી નિષ્ક્રિય મોબાઇલ નંબર દૂર કરશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ છેતરપિંડી અટકાવવા ડિજિટલ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ (DIP) પર ઉપલબ્ધ મોબાઈલ નંબર રિવોકેશન લિસ્ટ (MNRL) નો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પછી, નિષ્ક્રિય મોબાઇલ સંબંધિત UPIનો ઉપયોગ બંધ થઈ જશે. 

ટોપ સ્ટોરી

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
Airtelના પોસ્ટ પેઇડ પ્લાન થશે મોંઘા, કંપની સાથે આપશે યુઝર્સને આ સુવિધા
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
જૂના ફોન પર WhatsApp લોગિન બ્લોક થઈ શકે છે; યુઝર્સે શું કરવું જાણો અપડેટ્સ
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 
BSNL શાનદાર ઓફર, રિચાર્જ પર  ₹1 લાખનો વીમો અને સાઈબર ફ્રોડ કવર! 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  
Embed widget