Rajkot Fire: રાજકોટમાં નમકીન ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 5 કિમી સુધી ધૂમાડાના ગોટેગોટા
રાજકોટથી થોડે દૂર નમકીન ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. નાકરાવાડી ગામ પાસે આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે.

રાજકોટ: રાજકોટ શહેરમાં વધુ એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. રાજકોટથી થોડે દૂર નમકીન ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. નાકરાવાડી ગામ પાસે આવેલી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. KBZ ફૂડ નામની ફેક્ટરીમાં આગ લાગી છે. હાલ તો આગને કાબૂમાં લેવા માટે ચાર જેટલા ફાયર ફાઈટર રાજકોટથી રવાના થયા છે. અંદાજે સવારે 9:30 વાગ્યાની આસાપાસ આગ લાગવાની ઘટના બની હતી.
રાજકોટથી ફાયર બ્રિગેડ રવાના કરાયા
ગોપાલ નમકીન બાદ વધુ એક નમકીનની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. નમકીન કંપનીમાં આગની ઘટના બની છે. KBZ ફૂડ નામની કંપનીમાં આગ લાગતા રાજકોટથી ફાયર બ્રિગેડ રવાના કરાયા છે. 4 ફાયર ફાયટરો સ્થળ પર પહોંચ્યા છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. આગ એટલી બધી વિકરાળ છે કે પાંચ કિલોમીટર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. થોડીવારમાં જ આગે વિકરાળ સ્વરુપ ધારણ કરી લીધું હતું.
ખાદ્યતેલનો જથ્થો વધારે હોવાના કારણે આગ વધુ પ્રસરી
નમકીન ફેક્ટરી આગમાં બળીને ખાખ થઈ ગઈ છે. આગ લાગી તે સમયના વિડીયો પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે આગ કેટલી વિકરાળ છે. અહેવાલ અનુસાર ખાદ્યતેલનો જથ્થો વધારે હોવાના કારણે આગ વધુ પ્રસરી છે. સવારે 9 વાગ્યે લાગેલી આગ હજુ પણ બેકાબૂ છે. નાકરાવાડી વિસ્તારમાં આ આગની ઘટના બની છે.
સ્થળ પર પાંચ ફાયર ફાયટર અને 50 જેટલા ફાયર વિભાગના જવાનો ખડેપગે
રાજકોટ Kbz નમકીન કંપનીમાં આગ સવારે અંદાજિત 9:30 વાગ્યાના અરસામાં લાગી હતી. ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ધોરણે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ઘટના સ્થળ પર પાંચ ફાયર ફાયટર અને 50 જેટલા ફાયર વિભાગના જવાનો ખડેપગે છે. આગ પર કાબુ મેળવવા પાણી સાથે કેમિકલ ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હાલ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ખાદ્યતેલની ટાંકીમાં આગ લાગી જતા આગ વધુ પ્રસરી છે.
આખી ફેક્ટરી આગમાં ખાખ થઈ ગઈ છે. ફાયર વિભાગ સાથે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. ફેક્ટરીમાં કરોડો રૂપિયાના નુકસાનનો અંદાજ છે. આગ કયા કારણોસર લાગી તે તપાસ કરવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
