શોધખોળ કરો
કોંગ્રેસ ચિંતન શિબિરઃ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કાર્યકરોને ચૂંટણી પહેલા કેવા કાર્યક્રમો કરવાની આપી સૂચના, કોને તૈયારી કરવા કહ્યું?
આજે કોંગ્રેસની ચિંતન શિબિરનો ત્રીજો દિવસ છે. રઘુ શર્માએ સૂચના આપી હતી કે, આગામી માર્ચ મહિનામાં સંઘર્ષના કાર્યક્રમ કરવા. યુથકોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ, સેવાદળ સહિતના સેલ તૈયારી કરે.

તસવીરઃ રઘુ શર્મા.
દ્વારકાઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા દ્વારકા ખાતે કોંગ્રેસ દ્વારા ત્રિ-દિવસીય ચિંતન શિબિર યોજવામાં આવી છે. આજે કોંગ્રેસની ચિંતન શિબિરનો ત્રીજો દિવસ છે, ત્યારે ચિંતન શિબિરમાં પ્રભારી રઘુ શર્માએ સૂચના આપી હતી કે, આગામી માર્ચ મહિનામાં સંઘર્ષના કાર્યક્રમ કરવા. યુથકોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ, સેવાદળ સહિતના સેલ તૈયારી કરે.
તેમણે કહ્યું કે, મોંઘવારી મુદ્દે મહિલા કોંગ્રેસ કાર્યક્રમ આપે. બેરોજગારી મુદ્દે યુથ કોંગ્રેસ કાર્યક્રમ આપે. પેપરલીકકાંડ મુદ્દે NSUI કાર્યક્રમ આપે. કાર્યક્રમ તૈયાર કરો તારીખો પ્રદેશ કોંગ્રેસ આપશે.
વધુ વાંચો






















