શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે કોરોનાના 1158 નવા દર્દીઓ નોંધાયા, 10 લોકોના મોત
Gujarat Corona Cases 13 October 2020: રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,127 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,53,923 પર પહોંચી છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે. આજે રાજ્યમાં 1158 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3587 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,209 એક્ટિવ કેસ છે, જ્યારે 1,35,127 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,127 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,53,923 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશમાં 3, મહીસાગરમાં 1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 169, અમદાવાદ કોર્પોરેશનમાં 163, વડોદરા કોર્પોરેશનમાં 84, સુરતમાં 79, જામનગર કોર્પોરેશનમાં 77, વડોદરામાં 41, રાજકોટ કોર્પોરેશનમાં 73, મહેસાણામાં 41, વડોદરામાં 40, રાજકોટમાં 36, પંચમહાલમાં 27, ભરૂચમાં 26, જામનગરમાં 23, મોરબી અને સાબરકાંઠામાં 22 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1375 દર્દી સાજા થયા હતા અને 50993 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 51,14,677 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 87.79 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,82,247 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,81,949 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 298 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion