શોધખોળ કરો

Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 25 કેસ નોંધાયા, રેકોર્ડબ્રેક રસીકરણ

ગુજરાતમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,466 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવા 25 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,466 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. ગુજરાતમાં કેસ ઘટ્યા બાદ હવે તબક્કાવાર રીતે કેસ વધી રહ્યા છે. જે એક પ્રકારે ગુજરાત માટે ચિંતાજનક બાબત છે. 

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 154 કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે, જ્યારે 147 નાગરિકો સ્ટેબલ છે. 8,15,466 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10082 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે, આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જે સકારાત્મક બાબત કહી શકાય. જો કે અમદાવાદ કોર્પોરેશનમાં કુલ 11 કેસ, સુરત અને સુરત કોર્પોરેશનમાં 4-4 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં 3, ગીરસોમનાથ, જામનગર કોર્પોરેશન અને કચ્છમાં 1-1 કેસ નોંધાયા છે.

રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજે PM મોદીનો જન્મ દિવસ હોવાના કારે રસીકરણ પર વિશેષ ભાર મુકાયો હતો. જેના કારણે આજે ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ઐતિહાસિક રસીકરણ થયું હતું. રાજયવ્યાપી વેકસિનેશન મેગા ડ્રાઈવમાં આજે સાંજે 7.00 વાગ્યા સુધીમાં 18 લાખથી વધુ નાગરિકોને રસી આપવામાં આવી હતી. રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે આજે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ છે. રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં આજે સાંજે 7.00 વાગ્યા સુધીમાં 18 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા છે.

PM મોદીના જન્મદિવસ પર વેક્સિનેશનનો નવો રેકોર્ડ

આજે શુક્રવારે કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વેક્સીન સેવા અભિયાન ચલાવી રહ્યું છે. આ અભિયાનમાં સાંજે પાંચ વાગ્યા સુધીમાં 2 કરોડથી વધારે કોવિડ 19 વેક્સીનના ડોઝ આપીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. વેક્સીન સેવા અભિયાનના દિવસે કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હી સ્થિત હોસ્પિટલમાં ચાલી રહેલા વેક્સીનેશન કામગીરી જોવા માટે પહોંચ્યા હતા.

જ્યારે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી હોસ્પિટલમાં વેક્સીનેશન અભિયાનની કામગીરી જોઈ રહ્યા હતા એ જ સમયે દેશમાં એક જ દિવસમાં 2 કરોડ લોકોને વેક્સીન આપવાનો આંકડો સાંજે પાંચ વાગ્યે પાર થયો હતો. પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં મેળવવામાં આવેલી આ ઉપલબ્ધિ પર સ્વાસ્થ્ય મંત્રીએ ખુશી વ્યક્ત કરી હતી. ખુશી વ્યક્ત કરતા મનસુખ માંડવિયાએ બંને હાથની મુઠ્ઠી બાંધીને હવામાં ઉઠાવી અને કહ્યું આપણે કરી બતાવ્યું (We Did It)

આ ઉપલબ્ધિ પર તેમણે વેક્સીનેશન અભિયાનમાં લાગેલા તમામ સ્વાસ્થ્યકર્મીઓને શુભેચ્છાઓ આપી અને કહ્યું કે તમારા પ્રયાસોથી દેશ આ ઉપલબ્ધિ મેળવી શક્યો. મનસુખ માંડવિયાએ દેશની આ મોટી ઉપલબ્ધિ પર સફદરજંગ હોસ્પિટલમાં વેક્સીનેશન અભિયાનમાં લાગેલા તમામ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને વેક્સીનેશન અભિયાનમાં લાગેલા તમામ સેવા-સહયોગીઓનું મોઢુ મીઠુ કરાવ્યું અને તેમની સાથે ઉપલબ્ધિની ખુશી શેર કરી હતી.

આ ઉપલબ્ધિ પર જ્યારે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી પાસે મીડિયાએ બાઈટનો આગ્રહ કર્યો તો મનસુખ માંડવિયાએ કહ્યું આજે આ તકે માત્ર બે શબ્દ કહેવા માંગુ છું. મનસુખ માંડવિયાએ કહ્યું,  'Thank you All Health Workers and Well Done India'।

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Bopal Fire Case: બોપલમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર, Abp AsmitaHun To Bolish : હું તો બોલીશ : ઑપરેશન ગંગાજળHun To Bolish : હું તો બોલીશ : અસલામતી કેમ?Ahmedabad Murder Case : અમદાવાદમાં પ્રિયાંશુ જૈનના હત્યારા વિરેન્દ્રસિંહના 11 દિવસના રિમાન્ડ મંજૂર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
IND vs RSA: તિલક-સેમસન પછી, બોલરોએ વર્તાવ્યો કહેર, ભારતે 135 રનથી મેચ જીતી, સિરીઝ પર કર્યો કબજો
Earthquake: મોડી રાત્રે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Earthquake: મોડી રાત્રે અમદાવાદ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Box Office Collection: બોક્સ ઓફિસ પર 'ધ સાબરમતી રિપોર્ટ' ની ફિક્કી શરૂઆત, જાણો પ્રથમ દિવસનું કલેક્શન
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Rohit Sharma Ritika: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા રોહિતના ઘરે આવ્યા ખુશીના સમાચાર,પત્ની રિતિકાએ આપ્યો પુત્રને જન્મ
Tilak Varma Century:  દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો
Tilak Varma Century: દક્ષિણ આફ્રિકા સામે તિલકે સતત બીજી સદી ફટકારી, રોહિતનો રેકોર્ડ તોડ્યો
Sanju Samson Century: સંજુ સેમસનની વિસ્ફોટક સદી, જોહાનિસબર્ગમાં તૂટ્યા અનેક રેકોર્ડ
Sanju Samson Century: સંજુ સેમસનની વિસ્ફોટક સદી, જોહાનિસબર્ગમાં તૂટ્યા અનેક રેકોર્ડ
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
ઓપરેશન 'સાગર મંથન': NCB અને ગુજરાત ATSનો સપાટો, 2000 કરોડના ડ્રગ્સ સાથે 8 ઈરાનીઓને ઝડપી પાડ્યા
Embed widget