શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases Update: રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખને પાર, આજે 1325 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1325 નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા વધીને એક લાખ 375 થઈ ગઈ છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1325 નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા વધીને એક લાખ 375 થઈ ગઈ છે. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3064 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16131 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 81180 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16042 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનનમાં 3, રાજકોટ કોર્પોરેશન- 3, સુરત-3, સુરત કોર્પોરેશનમાં 2, ભરુચ-1, ભાવનગર કોર્પોરેશન-1, ગાંધીનગર-1, વડોદરા-1, વડોદરા કોર્પોરેશન-1, મળી કુલ 14 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં179, અમદાવાદ કોર્પોરેશનમાં 150, જામનગર કોર્પોરેશમાં 97, રાજકોટ કોર્પોરેશનમાં 95, વડોદરા કોર્પોરેશનાં 86, રાજકોટ-40, વડોદરા -37, પંચમહાલ-32, ભાવનગર-31, બનાસકાંઠા-30, અમરેલી-29, ભાવનગર કોર્પોરેશન-27, ભરુચમાં-26, પાટણ-26, મોરબી-24, મહેસાણા-23, સુરેન્દ્રનગર- 22, ગાંધીનગર કોર્પોરેશન-20 અને ગાંધીનગરમાં-19, દાહોદ અને જામનગરમાં 18-18, કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1126 દર્દી સાજા થયા હતા અને 75,487 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 25,59,916 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.88 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,54,774 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,54,247 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 527 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
ક્રિકેટ
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion