શોધખોળ કરો

Gujarat Corona Cases: ગુજરાતમાં નોંધાતા કુલ કેસના 50 ટકા જેટલા કેસ આ બે શહેરોમાં જ, જાણો વિગત

Gujarat Corona Cases Update: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ચૂંટણી દરમિયાન નેતાઓએ માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટંસના નિયમો નેવે મૂકીને ભેગી કરેલી ભીડનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે.

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના  સંક્રમણ બેકાબૂ થયું છે.  રાજ્યમાં થોડા દિવસથી સતત ઊંચે જઇ રહેલો કોરોનાના કેસનો ગ્રાફ નીચે થવાનું જાણે નામ જ લઇ રહ્યો નથી. મંગળવારે રાજ્યમાં કોરોનાના વધુ ૧,૭૩૦ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં પ્રથમવાર કોરોનાના કેસે ૧૭૦૦ની સપાટી વટાવી હતી.

મંગળવાર, 23 માર્ચે રાજ્યમાં નોંધાયેલા 1730 કેસ પૈકી અમદાવાદમાં 502 અને સુરતમાં 476, સોમવાર, 22 માર્ચે નોંધાયેલા 1640 કેસ પૈકી અમદાવાદમાં 481 અને સુરતમાં 429, રવિવાર, 21 માર્ચે નોંધાયેલા 1580 કેસમાંથી અમદાવાદમાં 443 અને સુરતમાં 405, શનિવાર, 20 માર્ચે નોંધાયેલા 1565 કેસમાંથી અમદાવાદમાં 401 અને સુરતમાં 381 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં નોંધાતા કુલ કેસના આશરે 50 ટકા જેટલા કેસ અમદાવાદ, સુરતમાં નોંધાઈ રહ્યા છે. જેના પરથી આ બે શહેરોની સ્થિતિ વધારે ગંભીર છે તેમ કહી શકાય.

રાજ્યમાં કેમ વધ્યા કેસ ?

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ચૂંટણી દરમિયાન નેતાઓએ માસ્ક પહેર્યા વગર અને સોશિયલ ડિસ્ટંસના નિયમો નેવે મૂકીને ભેગી કરેલી ભીડનું પરિણામ હવે જોવા મળી રહ્યું છે.  જેને લઈ મ્યુનિસિપલ તંત્ર દ્વારા ગત વર્ષે માર્ચ મહિનામાં કોરોના સંક્રમણ શરૂ થયું એ સમયે જે કાર્યવાહી કરી હતી એ પૈકીની કેટલીક કાર્યવાહી આ વર્ષે ફરીથી શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ

મંગળવારે રાજ્યમાં કોરોના આવ્યા પછીના સૌથી વધુ રેકોર્ડ બ્રેક 1730 કેસ નોંધાયા હતા.    જ્યારે વધુ 4 લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા હતા. મંગળવારે રાજ્યમાં 1255   દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છેહતી રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.60 ટકા પર પહોંચ્યો છે. હાલ 8318  એક્ટિવ કેસ છે, જેમાંથી 76   લોકો વેન્ટિલેટર પર અને 8242 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધી 2,77,603  લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે.

કેટલા લોકોએ લીધી રસી

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 34,94,277  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,09,464 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 2,25,555 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,14,172  વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટ ગેમઝોન અગ્નિકાંડને લઇ પૂર્વ TPO મનસુખ સાગઠીયાના સાથીદારોનો થયો પર્દાફાશPM Modi Rajya Sabha Speech | વડાપ્રધાન મોદીનું રાજ્યસભામાં સંબોધનRajkot News । ધોધમાર વરસાદથી ધોરાજીના જળાશયોમાં પાણીની ભરપૂર આવકBanaskantha News । ખેડૂતોની મહેનત સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Team India: ભારત આવવા માટે રવાના થઇ ટીમ ઇન્ડિયા, કાલે વડાપ્રધાન મોદી કરશે મુલાકાત
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Rain Data: ઉતર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડતા જળબંબાકાર, રાજ્યમાં સરેરાશ 19.56 ટકા વરસાદ પડ્યો
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Gujarat: ટેટ-1 અને ટેટ-2 પાસ ઉમેદવારો માટે મોટા સમાચાર, 10 હજારથી વધુ શિક્ષકોની કરાશે ભરતી
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
Vadodara: વડોદરા બોટ કાંડને લઈને મોટા સમાચાર, સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ગુજરાત હાઇકોર્ટનો ઇનકાર
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ',  રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
PM Modi Rajya Sabha Speech Live: 'મણિપુરમા સ્થિતિ સામાન્ય કરવાના થઇ રહ્યા છે પ્રયાસ', રાજ્યસભામાં બોલ્યા વડાપ્રધાન
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
Unacademy Layoffs: Unacademyએ 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, જાણો કારણ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
Embed widget