Gujarat Corona Cases: રાજ્યમાં પ્રથમ વખત કોરોનાના 3280 નવા કેસ, 17 લોકોનાં મોત
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 3280 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 17 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે 2167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,02,932 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબૂ થયું છે. કોરોના સંક્રમણ કેસમાં દરરોજ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસેને દિવસે સતત રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ( Coronavirus) 3280 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 17 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા. રાજ્યમાં આજે 2167 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 3,02,932 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 17 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 17348 પર પહોંચ્યો છે. જેમાંથી 171 લોકો વેન્ટિલેટર પર અને 17177 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.24 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 7, સુરત કોર્પોરેશનમાં 7, રાજકોટ કોર્પોરેશનમાં 2 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4598 લોકોના કોરોનાથી મોત થઈ ચુક્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 798, સુરત કોર્પોરેશનમાં 615, રાજકોટ કોર્પોરેશનમાં 321, વડોદરા કોર્પોરેશનમાં 218, સુરત 196, વડોદરા 124, પાટણ 107, જામનગર કોર્પોરેશન 81, ભાવનગર કોર્પોરેશન-65, રાજકોટ 64, મહેસાણા 63, જામનગર 61, ગાંધીનગર કોર્પોરેશન 38, ગાંધીનગર 35, કચ્છ 35, મહીસાગર 34, મોરબી 32, પંચમહાલ 32, ભાવનગર 29, ખેડા 29, દાહોદ 28, અમરેલી 24, આણંદ 24, બનાસકાંઠા 24, ભરૂચ 21, જૂનાગઢ કોર્પોરેશન 21, અમદાવાદ 19, સાબરકાંઠા 18, નવસારી 17, જુનાગઢ 16, નર્મદા 16, દેવભૂમિ દ્વારકા 15, વલસાડ 15, સુરેન્દ્રનગર 12 અને ગીર સોમનાથ 10 કેસ નોંધાયા હતા.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત આજે કુલ 3,12,688 લોકોને રસીકરણ કરવામા આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 70,38,445 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 8,47,185 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 4598 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે.