Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, જાણો આજે કેટલા નોંધાયા કેસ
Gujarat Corona Update: રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા છે.
Gujarat Corona Cases: ગુજરાતમાં કોરોના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા અને 11 ડિસ્ચાર્જ થયા. અમદાવાદ શહેરમાં નવા 14 કેસ નોંધાયા, જ્યારે રાજકોટમાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા છે.
રાજયમાં હાલ કેટલા છે એક્ટિવ કેસ
રાજ્યમાં હાલ 112 એક્ટિવ કેસ છે, જેમાંથી વેન્ટિલેટર પર બે કેસ છે અને 110 દર્દી સ્ટેબલ છે. 1266660 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 11,046 પર છે.
આજે ક્યાં નોંધાયા કેટલા કેસ
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 14, રાજકોટમાં 4, સુરત કોર્પોરેશનમાં 2, નવસારી, રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા. રાજ્યમાં અત્યર સુધી કોરોના રસીના 12,80,86,265 ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 25 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં 84 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક વધીને 100 પર પહોંચ્યો હતો. નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા હતા. તો અમરેલી અને રાજકોટમાં બે-બે કેસ નોંધાયા હતા. જ્યારે બોટાદ, મહેસાણા, રાજકોટ, સાબરકાંઠા અને વડોદરામાં એક-એક કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ મહિને જ 49 એક્ટિવ કેસ નોંધાયા છે. જાન્યુઆરીમાં 36 અને ફેબ્રુઆરીમાં 24 એક્ટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 3 દિવસમાં જ પોઝિટિવ કેસ 10ની ઉપર નોંધાયા છે.જેમાં સૌથી વધારે કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. જોધપુર, સેટેલાઈટ, થલતેજ, નવરંગપુરા, વસ્ત્રાપુર, વાસણા, પાલડી વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. અમદાવાદમાં સાત દિવસમાં કોરોનાના 46 કેસ નોંધાતા પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે. નવા નોંધાયેલા કેસમાં 13 કેસ ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે.
સાત દિવસમાં કોરોનાના 46 કેસ નોંધાતા મ્યુનિ.હેલ્થ વિભાગને એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યુ છે.નવા નોંધાયેલા કેસમાં તેર કેસ ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે.નવરંગપુરા,થલતેજ ઉપરાંત જોધપુર વોર્ડમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ નોંધાયા છે..હાલમાં શહેરમાં કોરોનાના કુલ 49 એકિટવ કેસ છે.એક દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે.બાકીના હોમઆઈસોલેશનમાં છે.અમદાવાદમાં શહેરીજનો આજે ધૂળેટી પર્વની ઉજવણી કરશે.બીજી તરફ મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટમેચનો આરંભ થઈ રહયો છે.આ અગાઉ ફરી એકવખત શહેરમાં કોરોનાના કેસ જે થોડા દિવસ અગાઉ માત્ર સિંગલ ડીજીટમાં નોંધાતા હતા.તે હવે ડબલ ડીજીટમાં નોંધાઈ રહયા છે.એક સપ્તાહમાં કોરોનાના વધેલા કેસમાં સૌથી વધુ કેસ શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા નવરંગપુરા ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા થલતેજની સાથે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર વોર્ડમાં નોંધાયા છે.મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોંલંકીના કહેવા મુજબ,મધ્યઝોનમાં કોરોનાના ચાર કેસ, ઉત્તર-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ૧૬ કેસ તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ૧૫ કેસ નોંધાયા છે.પશ્ચિમ ઝોન વિસ્તારમાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા છે.પૂર્વ ઝોન વિસ્તારમાં કોરોનાના બે કેસ જયારે દક્ષિણ અને ઉત્તરઝોન વિસ્તારમાં અનુક્રમે એક-એક કેસ નોંધાવા પામ્યો છે.