શોધખોળ કરો
Gujarat Corona Cases update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1010 નવા કેસ, કુલ કેસ 2 લાખ 35 હજારને પાર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1010 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે વધુ 7 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4234 પર પહોંચ્યો છે.

ફાઈલ તસવીર
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ 35 હજારને પાર પહોંચી ગઈ છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1010 કેસ નોંધાયા છે. કોરોના સંક્રમણના કારણે વધુ 7 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4234 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 11940 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,19,125 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 11879 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,35,299 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1ના મોત સાથે કુલ 7 લોકોના કોરોનાથી મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 207, સુરત કોર્પોરેશનમાં 130, વડોદરા કોર્પોરેશનમાં 115, રાજકોટ કોર્પોરેશનમાં 80, સુરત 36, રાજકોટ 33, વડોદરા 29, મહેસાણા 28, પંચમહાલ 28, ખેડા 26, ભરૂચ 25, ગાંધીનગર 21, ગાંધીનગર કોર્પોરેશન 21, જાનગર કોર્પોરેશન 19 અને કચ્છમાં 17 કેસ કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1190 દર્દી સાજા થયા હતા અને 54,694 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 90,53,781 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.13 ટકા છે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement