શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1026 નવા કેસ, કુલ કેસ 2 લાખ 34 હજારને પાર
આજે 1252 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત. રાજ્યમાં સાજા થવાનો દર 93.02 ટકા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 2 લાખ 34 હજારને પાર પહોંચી ગઈ છે. જો કે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1026 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 7 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4227 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 12127 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,17,935 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 63 દર્દી વેન્ટીલેટર પર છે અને 12064 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,34,289 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 2 અને બોટાદમાં 1ના મોત સાથે કુલ 7 લોકોના કોરોનાથી મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 211, સુરત કોર્પોરેશનમાં 136, વડોદરા કોર્પોરેશનમાં 102, રાજકોટ કોર્પોરેશનમાં 90, વડોદરા 40, કચ્છ-38, રાજકોટ-38, મહેસાણા-32, સુરત-30, ગાંધીનગર-24, પંચમહાલ-23, ખેડા-19, ગાંધીનગર કોર્પોરેશન-18, બનાસકાંઠા-17 અને બરુચ-સાબરકાંઠામાં 16-16 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1252 દર્દી સાજા થયા હતા અને 54, 365 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 89,99,087 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 93.02 ટકા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement