શોધખોળ કરો
Gujarat Corona Cases Update: છેલ્લા 24 કલાકમાં 263 નવા કેસ નોંધાયા, 271 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત
રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 263 નવા કેસ નોંધાયા હતા જ્યારે 271 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

(પ્રતિકાત્મક તસવીર)
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 263 નવા કેસ નોંધાયા હતા જ્યારે 271 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.70 ટકા પર પહોંચ્યો છે. કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. અમદાવાદ કોર્પોરેશનમાં એક મોત થયું છે. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4402 પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ 1699 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 1669 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,59,655 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 54, વડોદરા કોર્પોરેશમાં 44, સુરત કોર્પોરેશન 41,રાજકોટ કોર્પોરેશન 26, વડોદરા 9, સુરત 8, ગીર સોમનાથ 7, મહીસાગર 7, ગાંધીનગર કોર્પોરેશન 6, કચ્છ 6, રાજકોટ-6,ભરૂચ 5 અને પંચમહાલમાં 5 કેસ નોંધાયા હતા.
અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી
ગુજરાતમાં અત્યાર સુધી 8,01912 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 5,293 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
દેશ
બોલિવૂડ
Advertisement
