Gujarat Corona Cases: રાજ્યમાં સતત બીજા દિવસે 150થી ઓછા કેસ નોંધાયા, 81 લોકો હજુ પણ વેન્ટિલેટર પર
રાજ્યમાં સતત બીજા દિવસે 150થી ઓછા કેસ નોંધા. હતા. બુધવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 138 નવા કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા.
અમદાવાદઃ ગુજરાતમાં હવે કોરોનાના દૈનિક કેસ (Gujarat Corona Cases) 100થી નીચે નોંધાય તે દિવસો વધારે દૂર નથી. રાજ્યમાં સતત બીજા દિવસે 150થી ઓછા કેસ નોંધા. હતા. બુધવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 138 નવા કેસ નોંધાયા હતા અને 3 લોકોના મોત થયા હતા. અમદાવાદ (Ahmedabad) અને સુરતમાં (Surat)જ માત્ર 20થી વધુ નવા કેસ સામે આવ્યા છે.
રાજ્યનો રિકવરી રેટ કેટલા ટકા પર પહોંચ્યો
હાલ રાજ્યમાં એક્ટિવ કેસ (Active Cases) 4807 છે. જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર છે. 4726 લોકોની હાલત સ્થિર છે. 8,07,911 લોકો રાજ્યમાંથી કોરોનાને મ્હાત આપી ચુક્યા છ. જ્યારે 10,040 લોકોના કોરોનાથી મોત થયા છ. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ (Recovery Rate) 98.20 ટકા થયો છે.
ક્યાં કેટલા નોંધાયા કેસ
છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 29 કેસ નોંધાયા હતા, જ્યારે એક વ્યક્તિનું મોત થયું હતું, સરત શહેમાં 20, સુરત ગ્રામ્યમાં 11 કેસ અને એક વ્યક્તિનું મોત થયું હતું. જુનાગઢમાં 8, રાજકોટ કોર્પોરેશમાં 8, વડોદરામાં 8, વડોદરા કોર્પોરેશનમાં 8, વલસાડમાં 7, જુનાગઢ કોર્પોરેશનમાં 5, ગીર સોમનાથમાં 4, કચ્છ અને નવસારીમાં 3-3, અમદાવાદમાં 2, બનાસકાંઠામાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, જામનગરમાં 2, જામનગર કોર્પોરેશનમાં 2, મહેસાણામાં 2, નર્મદામાં 2, આણંદમાં 1, ભરૂચમાં 1, દાહોદમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, પોરબંદરમાં 1, સાબરકાંઠામાં 1, તાપીમાં 1 કેસ નોંધાયો હતો. જામનગરમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
#GujaratCoronaUpdate#COVID19Dashboard
— GujHFWDept (@GujHFWDept) June 23, 2021
138 New cases
487 Discharged
3 Deaths reported
4807 Active Cases,81 on ventilator
4,48,153 Got Vaccine Today
2,96,255 people between 18-44 got first dose@MoHFW_INDIA @CMOGuj @Nitinbhai_Patel @JpShivahare @DDNewsGujarati @PIBAhmedabad @ANI pic.twitter.com/Cj6Xt52qFo
આ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ
અમરેલી, અરવલ્લી, ભાવનગર, બોટાદ, છોટાઉદેપુર, ડાંગ, ખેડા, મહિસાગર, મોરબી, પંચમહાલ, પાટણ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં એક પણ કેસ નોંધાયો નહોતો.
કેટલા લોકોની અપાઈ રસી
રાજ્યમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 4,48,153 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,34,57,715 પર પહોંચ્યો છે.
JEE Main 2021: જેઈઈની પરીક્ષા ક્યારે યોજાશે ? કઈ તારીખ સુધીમાં જાહેર કરાશે રિઝલ્ટ, જાણો વિગત
યુકે હાઈકોર્ટે ભાગેડુ હીરા કારોબારી નીરવ મોદીને શું આપ્યો મોટો ઝટકો ? જાણો વિગતે