Gujarat Corona: રાજ્યમાં કોરોનાના નવા 234 કેસ નોંધાયા, સૌથી વધુ અમદાવાદમાં 128 કેસ
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે કુલ કેસનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 234 કેસ નોંધાયા છે.
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. આજે કુલ કેસનો આંકડો 200ને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 234 કેસ નોંધાયા છે. બીજી તરફ 159 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો કે આજે કોરોનાથી કોઈ પણ દર્દીનું મોત નથી થયું. આજે સૌથી વધુ 128 કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટ્યો છે અને 99.01 ટકાએ પહોંચી ચુક્યો છે. આ સાથે જ હાલ કોરોના સામે રસીકરણનો આંકડો વધી રહ્યો છે. જેમાં આજે કુલ કોરોનાની રસીના 55865 ડોઝ અપાયા હતા.
કયા જિલ્લામાં કેટલા કેસ?
જિલ્લા પ્રમાણે નોંધાયેલા કોરોના વાયરસના કેસો જોઈએ તો આજે સૌથી વધુ કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 128 કેસ, સુરત શહેરમાં 27 કેસ, વડોદરા શહેરમાં 22 કેસ, ભાવનગર શહેરમાં 12, વલસાડમાં 7, ભરુચમાં 4, ગાંધીનગર શહેર 4, સુરત 4, જામનગર શહેર 4, રાજકોટ શહેર 3, વડોદરા 3, અમદાવાદ 2, આણંદ 2, અરવલ્લી 2, કચ્છ 2, મહેસાણા 2, સાબરકાંઠા 2, ભાવનગર 1, ખેડા 1, નવસારી 1, રાજકોટ 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે.
આજે કોઈ મોત નથી
આજે રાજ્યમાં કોઈ દર્દીનું મોત નથી થયું. આ સાથે આજે રાજ્યમાં કુલ 159 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. હાલ રાજ્યમાં કોરોના વાયરસના કુલ 1261 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 6 દર્દી વેન્ટિલેટર પર છે. અત્યાર સુધીમાં કોરોનાને હરાવીને કુલ 1215192 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ અત્યાર સુધીમાં કુલ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થયાં છે.
દેશમાં કોરોનાના કેસ
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,216 નવા કેસ નોંધાયા છે. દેશમા અત્યાર સુધીમાં કુલ કેસ 4,32,83,793 નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 8,148 લોકોએ કોરોનાથી સ્વસ્થ થયા છે. કોરોનાને કારણે વધુ 23 લોકોના મોત થયા છે. હવે દેશમાં એક્ટિવ કેસ વધીને 68,108 થઈ ગયા છે.
રાહતની વાત એ છે કે દેશમાં રિકવરી રેટ 98.63% છે. છેલ્લા 24 કલાકમાં કુલ 8,148 દર્દીઓ સ્વસ્થ થયા છે, જેનાથી દેશભરમાં સ્વસ્થ થયેલા દર્દીઓની કુલ સંખ્યા 4,26,90,845 થઈ ગઈ છે. ભારતમાં કુલ 68,108 એક્ટિવ કેસ છે. છેલ્લા 24 કલાકમાં 5,045 સક્રિય કેસ વધ્યા છે. આ સિવાય દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 14,99,824 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 1,96,00,42,768 લોકોએ કોવિડ રસીકરણ કરાવ્યું છે.