શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાત ભાજપના કયા મહિલા ધારાસભ્યને લાગ્યો કોરોનાનો ચેપ, ટ્વિટ કરીને શું કહ્યું, જાણો વિગતે
તેમણે ટ્વિટ કરીને લખ્યું, કોરોનાના પ્રારંભિક લક્ષણો જોવા મળતાં મેં રેપીડ એન્ટીજેન ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ભુજઃ ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસની વચ્ચે વધુ એક ધારાસભ્યને ચેપ લાગ્યો છે. ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યનો કોરોનો પોઝિટિવ આવ્યો છે. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી.
તેમણે ટ્વિટ કરીને લખ્યું, કોરોનાના પ્રારંભિક લક્ષણો જોવા મળતાં મેં રેપીડ એન્ટીજેન ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે પરંતુ ડોક્ટર્સની સલાહ પર હોમ આઈસોલેશન થઈ છું. જે લોકો પણ છેલ્લા થોડા દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ ખુદ આઈસોલેટ થઈ જાય અને તપાસ કરાવે તેવી મારી તેમને વિનંતી છે.
ગુજરાતમાં આજે કોરોનાના 1120 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 20 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2787 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,500 એક્ટિવ કેસ છે, જ્યારે 61,496 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 82 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,418 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 78,783 પર પહોંચી છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,00,731 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,99,932 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 829 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આરોગ્ય
સુરત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion