શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Update: ગુજરાતના આ જિલ્લામાં કોરોનાનો ન નોંધાયા એક પણ કેસ ? જાણો
બે મહિના બાદ સતત બીજી વખત રાજ્યમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 988 કેસ નોંધાયા છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બે મહિના બાદ સતત બીજી વખત રાજ્યમાં એક હજારથી ઓછા કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 988 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના ડાંગમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
ડાંગ જિલ્લામાં આજે કોરોના વાયરસનો એકપણ કેસ નથી નોંધાયો. ડાંગમાં આજે પાંચ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સિવાય તાપીમાં કોરોનાના 2, છોટા ઉદેપુરમાં 2, ભાવનગર 2, નવસારી 3, દેવભૂમિ દ્વારકા 3, બોટાદ 3, વલસાડ 4 અને અવલ્લીમાં 5 કેસ નોંધાયા છે.
રાજ્યમાં આજે સૌથી વધું 201 કેસ અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા હતા. અહીં 200 લોકોએ આજે કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 11397 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,21,602 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 11333 લોકો સ્ટેબલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement