Gujarat corona update : આજે કોરોનાના 19 કેસ નોંધાયા, 6 લાખથી વધુ લોકોનું રસીકરણ
ગુજરાત (Gujarat)માં આજે કોરોનાના (Corona) 19 કેસ નોંધાયા છે. તેની સામે 13 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,275 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
![Gujarat corona update : આજે કોરોનાના 19 કેસ નોંધાયા, 6 લાખથી વધુ લોકોનું રસીકરણ gujarat corona update today new 19 cases reported in gujarat Gujarat corona update : આજે કોરોનાના 19 કેસ નોંધાયા, 6 લાખથી વધુ લોકોનું રસીકરણ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/20/178b8a9f910e16dacd0ed773c4bc9de7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ ગુજરાત (Gujarat)માં આજે કોરોનાના (Corona) 19 કેસ નોંધાયા છે. તેની સામે 13 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,275 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રીકવરી રેટ 98.76 ટકા જેટલો છે. ગુજરાતમાં કુલ 152 એક્ટિવ કેસ છે. જેમાંથી 07 દર્દીઓ વેન્ટિલેટર પર છે, જ્યારે 145 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10082 લોકોના મોત નીપજ્યા છે.
રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. રાજ્યામાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રસીકરણની વાત કરીએ તો આજે 6,01,254 લોકોએ કોરોનાની રસી લીધી હતી. આમ, અત્યાર સુધીમાં 4,97,04,707 લોકોને રસી આપવામાં આવી છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ પછી વડોદરા કોર્પોરેશનમાં 4 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશન 3, કચ્છ 2, ભાવનગર કોર્પોરેશનમાં 1, ગીર સોમનાથ 1 કેસ નોંધાયો છે. રાજકોટ કોર્પોરેશમાં 2 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.
ગુજરાત સરકારના કર્મચારીઓને રુપાણી સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં જંગી વધારો
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ કરીને રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને લઈ મોટી જાહેરાત કરી છે. રાજ્યની વિજય રૂપાણી સરકારે કર્મચારીઓને 28 ટકા ભથ્થું આપવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર થયો છે. પ્રણાલી અનુસાર ગુજરાત સરકાર પણ ભારત સરકારના મોંઘવારી ભથ્થા વિચારણા કરે છે અને ચૂકવે છે. હાલ સુધી 17 ટકા મોંઘવારી ભથ્થું સરકારી અધિકારી કર્મચારીઓને ચૂકવાતું હતું. કેન્દ્ર સરકારે 11 ટકાના વધારા સાથે 28 ટકાનું ભથ્થું નક્કી કર્યું તે મુજબ અમે પણ 28 ટકા ભથ્થું આપીશું.
ભારત સરકારના નિર્ણય બાદ હવે રાજ્ય સરકારે પણ સરકારી કર્મચારીઓને મોટી ભેટ આપી છે. મહત્વનું છે કે પહેલા 17 ટકા મોંઘવારી ભથ્થુ આપવામાં આવતું હતું હવે તેમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે સરકારી કર્મચારીઓને હવે 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે.
નીતિન પટેલની આ જાહેરાત બાદ રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સને મોટો ફાયદો થવાનો છે. હવે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે હવે દરેક કર્મચારીઓ અને પેન્શનર્સને 28 ટકાના દરે મોંઘવારી ભથ્થુ મળશે. નાયબ મુખ્યમંત્રીએ આપેલી માહિતી પ્રમાણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાનું એરિયર્સ ચુકવવામાં આવશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)