શોધખોળ કરો

CID Raid: સીઆઇડી એક્શનમાં, વધુ એક વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે નોંધી ફરિયાદ, જાણો મામલો

CID ક્રાઈમે 17 ટીમો બનાવી અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Gujarat CID Crime Raid: રાજ્યમાં વધુ એકવાર સીઆઇડી ક્રાઇમ પોલીસે દરોડાની સાથે સાથે ફરિયાદની પણ કાર્યવાહી શરૂ કરી છે. વિદેશમાં નોકરીની લાલચ આપી લોકો સાથે ઠગાઈ આચરવાના બનાવો સતત વધી રહ્યા છે. ખોટા ડૉક્યૂમેન્ટ બનાવીને વિઝા આપવાની લાલચ આપતું આખું રેકેટ CID ક્રાઈમની તપાસમાં સામે આવ્યું છે. CID ક્રાઈમે 17 ટીમો બનાવી અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં આવેલી વિઝા કન્સલ્ટન્સીની ઓફિસોમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હવે આ કાર્યવાહીમાં વધુ એક વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે ફરિયાદ નોંધાઇ છે. 

હાલમાં જ મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં ઠેર ઠેર અમદાવાદ સહિત કેટલાય સ્થળો પર CID ક્રાઈમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યાં છે. આમાં હવે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ દરોડા બાદ CID ક્રાઇમે વધુ એક વિઝા કન્સલ્ટન્સીના માલિક સામે ફરિયાદ નોંધી છે. વિઝા કન્સલ્ટિંગ માલિક સહિત 5 એજન્ટો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. સીઆઇડીએ ગાંધીનગરના દીપક પટેલ, સ્નેહલ પટેલ, અમદાવાદના નિરવ મહેતા એજન્ટ અનિલ મિશ્રા અને દિલ્હીના એજન્ટ અમ્રેન્દ્ર ઉર્ફે અમરપુરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

આઉટ સોર્સ ઇન્ડીયા નામની ઓફિસ ખોલીને એજન્ટો ગેરકાયદેસર રીતે વિઝાની પ્રોસેસ કરતા હતા. દરોડાની કાર્યવાહી દરમિયાન ઓફિસમાંથી ખોટા એક્સપીરિયન્સ લેટર અને બનાવટી માર્કશીટ મળી આવી હતી. છત્રપતિ શાહુ જી વિશ્વવિદ્યાલય કાનપુર, વિલિયમ કેરી યૂનિવર્સિટી મેઘાલય, સંગાઈ ઇન્ટરનેશનલ યૂનિવર્સિટી સાથે વગેરે યુનિ.ના સર્ટી દિલ્હીના અમ્રેન્દ્રપુરીએ બનાવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યુ છે. મોંડ યૂનિવર્સીટી દિલ્હી, પ.રવિશંકર શુક્લા વિદ્યાલય છત્તીસગઢ, ઓશમાંનીયા યૂનિ. હૈદરાબાદ સાથે અલગ-અલગ યૂનિ. ના સર્ટી નિરવ મહેતા પાસે બનાવ્યા હતા. એજન્ટ અનિલ મિશ્રા સાણંદવાળા પાસેથી મહાત્મા ગાંધી કાશી વિશ્વવિદ્યાપીઠ વારાણસી સર્ટી બનાવવા માટે અલગ-અલગ ભાવ મેળવ્યા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આરોપી દીપક પટેલ અને સ્નેહલ પટેલ દ્વારા 60 હજારથી 1.25 લાખ મેળવી લેતા હતા જેમાં કેસ પેટે 10 હાજર લઈ બાકીના એજન્ટ અમરેન્દ્રપુરી તથા નિરવ મહેતા અને અનિલ મિશ્રા આંગડિયા મારફતે મોકલતા હતા, નવરંગપુરા વિજય ક્રૉસિંગ પાસે આવેલ લિંક કૉમ્પલેક્ષ સ્થિત 'આઉટ સૉર્સ ઈન્ડીયા' ફર્મ પર અગાઉ દરોડા હતા, જે બાદ હવે ફરિયાદ નોંધાઇ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને સહકાર ક્યારે?Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરૂ ગામડેJ&K Encounter : જમ્મુ-કશ્મીરમાં  સેનાનું ઓપરેશન ઓલ આઉટ, 4 આતંકી ઠારSpain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
'હમણાં જ સેના મોકલીને બાંગ્લાદેશના બે ટુકડા કરાવી દો, એક હિંદુઓનો બીજો મુસ્લિમોનો', પાકિસ્તાની ચેનલ પર PM મોદીને કોણે કરી અપીલ
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
સાંસદ પપ્પુ યાદવને ધમકી આપનાર યુવક દિલ્હીથી ધરપકડ, કહ્યું - 'લોરેન્સ બિશ્નોઈ સાથે...'
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 13800 શિક્ષકોની ભરતી: TET પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
SBI સહિત આ બેંકના ક્રેડિટ કાર્ડ હવે મોંઘા પડશે, બદલાઈ ગયા આ નિયમ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
Jioએ BSNLનુ વધાર્યું ટેન્શન! 90 અને 98 દિવસવાળા આ બે સસ્તા પ્લાનમાં મળશે ઘણું બધું
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
IND vs NZ ટેસ્ટ સિરીઝમાં સ્પિનર્સનો એવો જાદુ દેખાયો કે 55 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Watch: રવિ અશ્વિને ઝડપ્યો ડેરિલ મિચેલનો અદભુત કેચ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ
Embed widget