શોધખોળ કરો

Gujarat Election 2022 : ગુજરાતમાં AAPએ કોને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવા લીધો નિર્ણય?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.

Gujarat Election 2022 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. જોકે, આ વખતે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ તેમણે અત્યાર સુધીમાં 86 ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. હવે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને મોટા સમચાાર સામે આવ્યા છે. 

મિશન 2022 માટે આમ આદમી પાર્ટી લોકોનો અભિપ્રાય જાણશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરવા માટે લોકોના સૂચનો જાણશે. સૂચનો જાણ્યા બાદ આમ આદમી પાર્ટી મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરશે. મુખ્યમંત્રીનો ચેહરો જાહેર કરી તેનો પ્રચાર પણ બમણા જોરથી કરશે.

Gujarat Election 2022 : કેજરીવાલે પંચમહાલમાં કહ્યું, 'આ વખતે એવો ધક્કો મારો કે આપની 150 બેઠકો આવે'

Gujarat Election 2022 : દિલ્લીના મુખ્યમંત્રી અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. તેમણે તેમના પ્રવાસની શરૂઆત પંચમહાલથી કરી છે. તેમણે પંચમહાલમાં ભવ્ય સભાને સંબોધી હતી. મોરવા હડફમાં સભાને સંબોધનની શરૂઆત ગુજરાતીમાં કરી હતી. 

કેજરીવાલે કેમ છો કહીને ગુજરાતીમાં બોલીને ભાષણની શરૂઆત કરતાં કહ્યું કે, ગજબની હવા ચાલી રહી છે ગુજરાતમાં. ગુજરાતમાં ઝાડું ચાલી રહ્યું છે. લોકો કહી રહ્યા છે કે પરિવર્તન જોઇએ છે. ગુજરાત સરકાર ખૂબ ગભરાટમાં છે. કેન્દ્ર સરકારે ગુજરાતમાં આઇબીને મોકલી છે. આઇબીએ રિપોર્ટ આપ્યો છે કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. એમાં એ પણ લખ્યું છે કે, 92-93 સીટો આવી રહી છે. તમારે એક કામ કરવાનું છે. એવો ધક્કો મારો કે 150 સીટો આવે. બધા રેકોર્ડ આ વખતે તોડી નાંખો. આમ આદમી પાર્ટીની ડિસેમ્બરમાં સરકાર બનશે. 

તેમણે કહ્યું, અમે સૌથી પહેલા ભ્રષ્ટાચાર ખતમ કરી રહ્યું છે. ગુજરાત સરકાર ખોટમાં ચાલી રહી છે. દરેક વસ્તુ પર ટેક્સ લગાવી દીધો છે. તો ક્યાં ગયો આ રૂપિયો. આ લોકોએ લૂંટી લીધા. એક ધારાસભ્ય પાસે ચૂંટણી પહેલા 4 એકર જમીન હતી. હવે તેની પાસે એક હજાર એકર જમીન થઈ ગઈ છે. આ લોકો પાસેથી પૈસા પરત કઢાવીશું. એક પણ રૂપિયો ખાવ નહીં દઇએ. સરકાર બન્યા પછી કોઈ મંત્રી નહીં કરે. કોઈ ચોરી કરશે તો જેલમાં જશે. અમારો પણ કોઈ ચોરી કરશે તો છોડીશું નહીં. મારો દીકરો પણ ચોરી કરશે તો જેલમાં જશે. 

Gujarat Election 2022 : AAP ઉમેદવારોનું સાતમું લિસ્ટ જાહેર, કોને કોને મળી ટિકિટ?

અમદાવાદઃ
 ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે આમ આદમી પાર્ટી આજે ઉમેદવારનું 7મુ લીસ્ટ જાહેર કર્યું છે. આપ દ્વારા વધુ 13 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. નવા 13 ઉમેદવારો સાથે આપ દ્વારા અત્યાર સુધીમાં 86  બેઠક પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.

કોને કોને મળી ટિકિટ?

કડીથી એચ.કે. ડાભી
ગાંધીનગર ઉત્તરથી મુકેશ પટેલ
વઢવાણથી હિતેશ પટેલ બજરંગ
મોરબીથી પંકજ રણસરિયા
જસદણથી તેજસ ગાજીપરા
જેતપુર(પોરબંદર)થી રોહિત ભુવા
કાલાવાડથી ડો. જીગ્નેશ સોલંકી
જામનગર રૂરલથી પ્રકાશ ડોંગા
મહેમદાબાદથી પ્રમોદભાઈ ચૌહાણ
લુણાવાડાથી નટવરસિંહ સોલંકી
સંખેડાથી રંજન તડવી
માંડવી(બારડોલી) સાયનાબેન ગામિત
મહુવા(બારોડી) કુંજન પટેલ ધોડિયા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gopal Italia : ગોપાલનો હુંકાર , તલાલામાં ચૂંટણી લડવી છે ને ભગાભાઈને ઘર ભેગા કરવા છેECO SENSITIVE ZONE : ઇકો સેન્સિટિવ ઝોન રદ કરવાની માંગ સાથે ખેડૂત મહાસંમેલનBharuch Accident :  જંબુસરમાં મોડી રાતે ઉભેલી ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી જતાં 6ના મોત, 4 ઘાયલHun To Bolish : હું તો બોલીશ : બાળકોને બગાડે છે સોશિયલ મીડિયા ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
અવકાશમાં મળ્યો ભારતને મસ્કનો સાથ, SpaceXએ ઇસરોના GSAT-20ને અંતરિક્ષમાં મોકલ્યો
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
2025માં મેળવો આ માસ્ટર્સ ડિગ્રી, દર મહિને મળશે લાખોનો પગાર
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
International Men's Day 2024: પુરુષોને શિકાર બનાવે છે આ છ બીમારીઓ, કેવી રીતે કરશો બચાવ?
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Share Market Today: શેરબજારમાં આવી તેજી, સેન્સેક્સમાં 800 પોઇન્ટનો ઉછાળો, 5 લાખ કરોડ વધી રોકાણકારોની સંપત્તિ
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Donald Trump: અમેરિકામાં લાગુ થશે નેશનલ ઇમરજન્સી, લાખો લોકોને દેશની બહાર કઢાશે
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Myths Vs Facts: સોયા મિલ્ક ગર્ભવતી મહિલા માટે ખતરનાક છે? જાણો શું છે સંપૂર્ણ સત્ય?
Embed widget